News of Thursday, 2nd April 2026
લીંબડી પાસે બાઈક-કાર ટકરાતાઃ બેને ઈજા

વઢવાણઃ લીંબડી રાજકોટ હાઇવે પર સર્કિટ હાઉસ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક ઉપર સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. પુરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલક દ્વારા પાછળના ભાગેથી કારને ટક્કર લગાવવામાં આવી છે જેને લઈને કારને નુકસાન થયું છે. રાજકોટ અમદાવાદ હાઈવે અકસ્માતનું હબ બનતું જઈ રહ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે ત્યારે આજે પણ આ અકસ્માતમાં બે લોકોને માથાના ભાગે ઇજાઓ પહોંચતા હાલમાં તેમને હોસ્પિટલમાં ક્રિટિકલ હાલતમાં ખસેડાયા છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
