<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની ૩ પાલિકા, તા.પં.ની ચૂંટણી જાહેર

બી.એમ.સી.ની ૫૨, ન.પા.ની ૯૬ અને તા.પં.ની ૪૦ બેઠક માટે જંગ જામશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨: રાજ્‍યના ચૂંટણી પંચે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી ૨૬મી એપ્રિલે ભાવનગર મહાનગરપાલિકાની સાથે જિલ્લાની ત્રણ નગરપાલિકા અને દસ તાલુકા પંચાયતની કુલ ૧૮૮ બેઠક માટેની ચૂંટણીનો જંગ ખેલાશે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓની સામાન્‍ય/પેટા ચૂંટણીઓ એઙ્ઘિલ માસના અંતિમ તબક્કામાં જાહેર કરી દેવાઈ છે. જેમાં ભાવનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનની બાવન બેઠકની સામાન્‍ય ચૂંટણી ઉપરાંત મહુવા (૩૬ બેઠક), પાલિતાણા (૩૬ બેઠક) અને વલ્લભીપુર નગરપાલિકા (૨૪ બેઠક) તેમજ જિલ્લા પંચાયત હેઠળની વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલિતાણા, ભાવનગર (ગ્રામ્‍ય), ઘોઘા, તળાજા, ગારિયાધાર, સિહોર અને જેસર તાલુકા પંચાયતની ૪૦ બેઠક માટે પણ સામાન્‍ય ચૂંટણી યોજાશે. ચૂંટણીનું મતદાન ૨૬મી એપ્રિલે થશે અને ૨૮મીએ મતગણના સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.

રાજ્‍યના ચૂંટણી આયોગે  જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમની સાથે ચૂંટણી હેઠળના વિસ્‍તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેના કારણે અધિકારી-કર્મચારીઓની બદલી-રજાઓ ઉપર ઙ્કતિબંધ લાગી ગયો છે. સાથે જ રાજકીય પક્ષો, ઉમેદવારો મતદારો ઙ્કભાવિત થાય તેવી કોઈપણ ઙ્કકારની જાહેરાત-વચનો અને સરકારી સેવાઓ-જાહેર સાહસોમાં નિમણૂક આપી નહીં આપી શકે. ચૂંટણી જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષો એક્‍ટીવ મોડમાં આવી ગયા છે.

(11:26 AM IST)