તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 2nd April 2026
મોરબીમાં ખળભળાટ: અજય લોરીયાની ધરપકડન પગલે શહેરમાં કૌભાંડો, સ્ત્રી પાત્ર અને સીડીકાંડની ભારે ચર્ચા: હજારોની સંખ્યામાં મોરબીવાસીઓએ કલેકટરને આવેદન આપ્યું

રાજકોટ: મોરબી જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકીય આગેવાન અજય લોરીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા સમગ્ર મોરબી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પૈસાની લેતી-દેતીમાં બે ઉદ્યોગપતિઓ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા જેલના સળિયા પાછળ ધકેલાયા છે,
આ ધરપકડ બાદ શહેરમાં અગાઉના અનેક કૌભાંડો અને વિવાદો ફરીથી સપાટી પર આવ્યા છે, જેમાં ખાસ કરીને એક સ્ત્રી પાત્ર અને કથિત 'સીડીકાંડ' મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.
ડિજિટલ મીડિયા અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિસ્તૃત વિગતો અનુસાર, અજય લોરીયાનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. અગાઉ મોરબીના એક દંપતીના પારિવારિક ઝઘડામાં પણ અજય લોરીયાનું નામ ભારે ઉછળ્યું હતું. આ કેસમાં મહિલાના પતિ દ્વારા અજય લોરીયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહિલાના પતિએ એક વીડિયો જાહેર કરીને ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની અને અજય લોરીયા વચ્ચે સંબંધો છે અને અજય લોરીયાના ઈશારે જ તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. જોકે, બાદમાં તે મહિલાએ પોતે મીડિયા સામે આવીને પોતાના પતિના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને અજય લોરીયા સાથે માત્ર પારિવારિક અને ધંધાકીય સંબંધ હોવાની સ્પષ્ટતા કરી હતી.
તેમ છતાં, આ સમગ્ર પ્રકરણમાં 'સ્ત્રી પાત્ર કારણભૂત' હોવાની બાબતે ભારે જોર પકડ્યું હતું.
હાલમાં મોરબીના રાજકીય અને સામાજિક વર્તુળોમાં એક કથિત 'સીડીકાંડ' ની પણ ભારે ચર્ચા જાગી છે.
લોકોમાં એવી ગુસપુસ ચાલી રહી છે કે કાંડ સાથે સંકળાયેલ કોઈ શંકાસ્પદ સીડી કે ઓડિયો-વીડિયો ક્લિપ્સ પોલીસ અથવા વિરોધીઓના હાથમાં લાગી છે, જેના કારણે આવનારા દિવસોમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે તેવી ભારે ચર્ચા છે. આ સીડીકાંડમાં અન્ય રાજકીય માથાઓ અને સ્ત્રી પાત્રોની સંડોવણી હોવાની અટકળો પણ લગાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત સત્તાના નશામાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવાના અને જમીન-પૈસાના અન્ય કૌભાંડો આચરવાના પણ આક્ષેપો લાગી રહ્યા છે.
તાજેતરમાં જ અજય કોરિયાએ ઉછીના આપેલા પૈસા પરત માંગવા ગયેલા ઉદ્યોગપતિ શેખર આદ્રોજા અને જયેશ પાડલીયા પર ઘાતક હુમલો કરી દાદાગીરી કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓએ પણ આ ગુંડાગર્દી સામે મોરચા માંડી કડક કાર્યવાહીની માંગ કરી છે.
પોલીસ હાલમાં તમામ જૂના કેસો, આર્થિક વ્યવહારો અને કથિત સીડીકાંડના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહી હોવાનું પણ ચર્ચાએ છે. આ ધરપકડથી અને ભજન વિરોધના વાવંટોળ સાથે મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં હજુ કેટલા ભોપાળા છતા થશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
