<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ર૩૭ વર્ષમાં ચૂંટાયેલા અમેરિકા પ્રમુખોના ઇતિહાસમાં ટ્રમ્‍પ જેવા રાષ્‍ટ્રપ્રમુખ જોયા નથી

માત્ર હોર્મૂઝ સ્‍ટ્રેટ માટે જ ટ્રમ્‍પ કેટ-કેટલું વિરોધાભાસી બોલી ચુકયા છે! અગાઉ તેણે કહેલું છે જો હોર્મૂઝ સ્‍ટ્રેટ ખૂલ્લો નહીં મૂકાય તો અમે ત્‍યાં અમારી સેના ઉતારીશું હૂમલા કરીશું, પછી કહેલુ કે જેને ત્‍યાંથી પસાર થવાની જરૂરીયાત હોય તેણે હોર્મૂઝને ખોલાવો જોઇએ, અમારે તેનાથી કંઇ લેવા દેવા નથી, હવે ફરી ટ્રમ્‍પ કહે છે કે જો ઇરાન હોર્મૂઝ સ્‍ટ્રેટ નહીં ખોલે તો અમે તેના પર મોટા હૂમલા કરીશું

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૩: છેલ્લા રાષ્‍ટ્ર જોગા ભાષણમાં અમેરિકન પ્રેસિડેન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જે મુદાઓને ઉઠાવ્‍યા તેમાં તેણે ઇરાન વિષે કહયુ કે, અમે ત્‍યાં રીજીવન ચેન્‍જ અર્થાત સત્તા પલ્‍ટો કરી નાખ્‍યો છે (જો કે આજે પણ ઇરાનમાં ખામેનેઇ નું જ શાસન છે) ઇરાનની યુધ્‍ધની તાકાત ખતમ થઇ ગઇ છે. જો ઇરાન મંત્રણા માટે સામે નહીં આવે તો આગામી બે સપ્તાહમાં અમે તેના પર વધુ હૂમલા કરીશું. તેના એનર્જી પ્‍લાન્‍ટ ઉડાવી દઇશું. જો ઇરાન ને તબાહ કરી સ્‍ટોન એજ એટલે કે પાષાણ યુગમાં લાવી દેશું વગેરે... ટ્રમ્‍પના ર૦ મિનીટના ભાષણમાં નવું કંઇ નહોતું અગાઉ પણ તેઓ આ મતલબના શબ્‍દો એક થી વધુ વખત કહી ચૂકયા છે. માત્ર હોર્મુઝ સ્‍ટ્રેટ ને જ લઇએ તો આ વિષયે ટ્રમ્‍પ કેટલું બધુ વિરોધાભાસી અત્‍યાર સુધીમાં બોલી ચુકયા છે. આ પૂર્વે તેઓએ એવુ કહ્યું હતું કે, અમારી પાસે એટલો પેટ્રોલીંયમ ભંડાર છે કે, અમારે હોર્મુઝ રસ્‍તેથી કંઇ લાવવાની જરૂરત નથી. જેને હોર્મૂઝ સ્‍ટ્રેટ પસાર થઇ મંગાવવાની જરૂરીયાત છે તેઓએ આ રસ્‍તો ખુલ્લો કરવો જોઇએ. અમારી શું જરૂર છે. જેને જરૂર છે એ દેશોએ લડવું જોઇએ. ટ્રમ્‍પ એવું પણ કહી ચુકયા છે. કે હોર્મૂઝ સ્‍ટ્રેટ ખૂલે કે ન ખૂલે, અમારે કંઇ લેવા દેવા નથી. બાદમાં પલ્‍ટી મારી ને ટ્રમ્‍પ હવે છેલ્લે એવું બોલ્‍યા કે, જો હોર્મુઝ સ્‍ટ્રેટ ઇરાન ખુલ્લો નહી કરે તો અમે તેની પાવર પ્‍લાન્‍ટ ઉડાવી દઇશું. ટ્રમ્‍પના વિચારોમાં સ્‍થીરતા નો અભાવ જોવા મળી રહ્યો છે.

 ચાર દાયકાથી પત્રકારીત્‍વમાં રહેલા અને બીબીસી સાથે વર્ષો સુધી જોડાયેલા એક પીઢ પત્રકાર દ્વારા એક ચેનલમાં આ શબ્‍દો કહેવાય છે કે, ‘અમેરિકી પ્રેસીડેન્‍સી ને ર૩૭ વર્ષ પુરા થયા છે. ત્‍યારથી લઇ અત્‍યાર સુધીના ઇતિહાસમાં અત્‍યાર સુધીમાં ટ્રમ્‍પ જેવા કોઇ વાહીયાત અને બેહૂદા પ્રેસિડેન્‍ટ થયા નથી.

ટ્રમ્‍પના છેલ્લા ભાષણ બાદ યુરોપના નામાંકિત દેશ નેતાઓ પણ હવે ટ્રમ્ને ખુલ્લી રીતે આડેહાથ લઇ રહ્યા છે. અને ઇરાન સામેના યુધ્‍ધ અંગે પોતાની અસહમતી જાહેર કરી રહ્યા છે.

(1:33 PM IST)