<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

પોરબંદર કોસ્‍ટગાર્ડના કાફલામાં ચોથા લડાકુ જહાજ ‘શોૈર્ય'નો ઉમેરો

ગુજરાતની દરિયાઇ સુરક્ષામાં વધારોઃ સુરક્ષા જેટી ખાતે મ્‍યુઝિકલ બેન્‍ડ સાથે સ્‍વાગતઃ જહાજની ૧૦૫ મીટર લંબાઇ અને ૧૩.૬ મીટર પહોળાઇઃ ૧૮ ઓફિસરો તથા ૧૦૮ જવાનો સાથેનું અદ્યતન જહાજ : ‘‘શોૈર્ય'' જહાજમાં આધુનિક નેવીગેશન કોમ્‍યુનિકેશન સર્વેલન્‍સ સીસ્‍ટમ તથા ઇન્‍ટિગ્રેટેડ પ્‍લેટફોર્મ સાથેનું મેનેજમેન્‍ટ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩: કોસ્‍ટગાર્ડના કાફલામાં ‘‘શોર્ય'' નામનું અદ્યતન લડાકુ જહાજનો ઉમેરો કરવામાં આવ્‍યો છે. કોસ્‍ટગાર્ડમાં આ ચોથા જહાજ લડાકુ જહાજનો ઉમેરો કરવામાં આવતા ગુજરાત દરિયાઇ સુરક્ષામાં વધારો થયો છે.

પોરબંદર સ્‍થિત કોસ્‍ટગાર્ડ જેટી ખાતે ચેન્નઇથી પેટ્રોલીંગ તથા યુધ્‍ધ જહાજ ‘‘શોર્ય'' આવી પહોંચતા કોસ્‍ટગાર્ડ ડીઆઇજી સહિતના અધિકારીઓની ઉપસ્‍થિતિ મ્‍યુઝિકલ બેન્‍ડ સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યુ છે જેથી હવે ગુજરાત કોસ્‍ટગાર્ડની શક્‍તિમાં વધારો થયો છે પોરબંદર પાસે હવે આ ચોથું લડાકુ જહાજનો ઉમેરો થતાં દરિયાઇ સુરક્ષામા વધારો થયો છે શાર્યે જહાજનું સાત વર્ષ પુર્વે ગોવામા કમિશન થયા બાદ ચેન્નેઇ ખાતે મુકાયુ હતુ.

ભારતીય કોસ્‍ટ ગાર્ડ જહાજ શૌર્યને ચેન્નાઈથી પોરબંદરમાં ફરીથી ગોઠવવામાં આવ્‍યું છે, જે ગુજરાતના મહત્‍વપૂર્ણ દરિયાકાંઠે ભારતીય કોસ્‍ટગાર્ડની કાર્યકારી ક્ષમતામાં વધારો કરે છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્‍વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરાયેલ આ જહાજ આશરે ૧૦૫ મીટર લંબાઈ અને ૧૩.૬ મીટર પહોળાઈ ધરાવે છે આધુનિક નેવિગેશન, કોમ્‍યુનિકેશન અને સર્વેલન્‍સ સિસ્‍ટમ્‍સ, ઇન્‍ટિગ્રેટેડ પ્‍લેટફોર્મ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ્‍સથી સજ્જ, શૌર્ય  મુખ્‍ય આર્મમેન્‍ટ ગનથી સજ્જ છે.

આ જહાજમાં ૧૮ ઓફીસરોની સાથે ૧૦૮ જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ જહાજ ધ્રુવ જેવા ટ્‍વીન એન્‍જિન હેલોને ઉડાડવા અને ઝડપી પ્રતિભાવ કામગીરી માટે હાઇ સ્‍પીડ બોટ તૈનાત કરવા સક્ષમ છે. મલ્‍ટી મિશન પ્‍લેટફોર્મ તરીકે ડિઝાઇન કરાયેલ, આ જહાજ દરિયાઈ દેખરેખ, શોધ અને બચાવ, દાણચોરી વિરોધી અને કાયદા અમલીકરણ કામગીરી હાથ ધરશે અને દરિયાઈ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપશે. પોરબંદરમાં શૌર્યનું ગુજરાતના દરિયાકાંઠે દરિયાકાંઠાની અને અપતટીય સુરક્ષાને મજબૂત બનાવશે, અરબી સમુદ્રમાં દેખરેખ વધારશે, રાષ્‍ટ્રીય દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિભાવ ક્ષમતામાં સુધારો કરશે અને ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત આપણા માછીમારોના હિતોનું રક્ષણ કરશે.

કોસ્‍ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલે જણાવેલ કે, ગુજરાત કોસ્‍ટગાર્ડ પાસે કુલ પાંચ આ પ્રકારના જહાજનો સામેલ છે જેમાંથી પોરબંદર સ્‍થિત ભારતીય કોસ્‍ટગાર્ડ પાસે ચાર જહાજો થયા છે જેથી ગુજરાત દરિયાઇ સુરક્ષા વધુ મજબુત બનશે.

(11:56 AM IST)