<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

લૂંટેરી દુલ્હને કચ્છના ભચાઉ તાલુકામાં બબ્બે યુવાનો સાથે લગ્ન કરીને ૪ લાખ ખંખેર્યા

અમદાવાદની મહિલા રમીલા મારફતે સોનલ ઉર્ફે સોનિયાએ દુલ્હન બની ચૂનો ચોપડ્યો, અગાઉ સોનલ નિશા કાલિયા બની’તી, લગ્ન વાંછુ યુવાનોના અરમાનોને રોળી લગ્ને લગ્ને કુંવારી બની રૂપિયા લૂંટતી ગેંગ વિરૂદ્ધ કડક કાયદો જરૂરી, ખોટા આધારકાર્ડ બનાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  પરણવાના ઓરતા અનુભવાતા લગ્ન વાંછુઓ લગ્નનું નક્કી કરતા પહેલાં સાવધાન થઈ જજો નહીં તો રૂપિયા ખોઈ ફરી એકલા થઈ પસ્તાવાનો વારો આવશે. સૌરાષ્ટ્ર કચ્છમાં લૂંટેરી દુલ્હનોના બનાવો વધી રહ્યા છે એ જોતા હવે સરકારે કડક કાયદો ઘડવો પડશે. કચ્છના ભચાઉ તા.ના આમરડી ગામના યુવાન મનીષ ભરતભાઈ લુહારે અમદાવાદની મહિલા રમીલાબેન દ્વારા સોનલ ઉર્ફે સોનિયા નામની યુવતી સાથે ૨ લાખ રૂપિયામાં લગ્નનું નક્કી કર્યું. હમણાં જ ૨૯/૩/૨૬ ના બંનેના અમદાવાદમાં એક મંદિરમાં લગ્ન કર્યા. પરંતુ બે દિવસમાં જ વરરાજા મનીષભાઈ ને આંચકો લાગ્યો. જ્યારે તેમને બાજુના ગામ ચોપડવાના યુવાન નવીન પરમારે કહ્યું કે આ જ યુવતીએ ગયા મહિને ૧૪ ફેબ્રુઆરીના ૨ લાખ ૧૦ હજાર રૂપિયામાં મારા ભાઈ મહેશ પરમાર સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ નિશા કાલિયા છે. જોકે મનીષભાઈએ આધારકાર્ડ ચેક કરતા જણાયું કે બંને માં ફોટા એક છે પણ નામ અલગ અલગ છે. પોતે છેતરાયા હોવાનું જણાતા તેમણે અમદવાદની સોનલ ઉર્ફે સોનિયા રમેશ પટેલ, ગંગાબેન રમેશ પટેલ અને રમીલા બેન સામે પોલીસ ફરિયાદ કરી છે.

(1:33 PM IST)