News of Friday, 3rd April 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનદાદાના ૫ લાખ ભાવિકોએ દર્શન કર્યા
પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદથી પૂ.હરિપ્રકાશદાસજી સ્વામી પૂ.વિવેકસાગરદાસજી સ્વામીની આગેવાનીમાં શ્રી હનુમાનદાદાનો જન્મોત્સવ ઉજવાયો

રાજકોટ, તા.૩: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાષાી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) ના માર્ગદર્શનથી સાળંગપુરમાં ગુજરાતની સૌથી મોટી શ્રી હનુમાન જયંતી નિમિતે કળતજ્ઞતા મહોત્સવની ઉજવણી, દાદાના જન્મોત્સવના દિવસે ૨ લાખથી વધુ ભક્તોએ મહાપ્રસાદ લીધો, આ બે દિવસના મહા મહોત્સવમાં ૫ લાખથી વધુ ભક્તોએ હનુમાનજીના દર્શન કર્યા હતા. શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા ૮ કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં ૧૦૦ જેટલા સોનીઓ અને ૨૨ ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત ૧૦૫૦ કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં ૩ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ ૦૧-૦૨ એપ્રિલ - ૨૦૨૬ અંતર્ગત કીર્તન આરાધના- ૨૯,૩૦, ૩૧ માર્ચ ૨૦૨૬, દરરોજ રાત્રે ૭.૩૦થી ૯.૦૦ યોજાય હતી. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લીધો હતો.
કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો. યોજાયો હતો. શ્રી હનુમાન જયંતી ૦૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવારે મંગળા આરતી, સમય સવારે ૦૫:૦૦ કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવ્યુ હતું,શણગાર આરતી સમય સવારે ૦૭:૦૦ કલાકે, શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કર્યા હતા જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ-શ્રી હનુમાન જયંતી, સમય સવારે ૦૭:૩૦ કલાકે,૧,૦૦,૦૦૦ બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. ૧૫૧ કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા. વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ-૦૨/૦૪/૨૦૨૬, ગુરુવાર,સમય સવારે ૦૭:૦૦ કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થયો હતો. ૧૦૦૦થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો.
આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ લીધો હતો. મહા સંધ્યા આરતી-૦૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, સાંજે ૦૭:૦૦ કલાકે, શ્રી કષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવી હતી. એવં રજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
