<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જામનગરમાં અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી નગર સેવક બનેલ અતુલ ભંડેરી ભાજપમાં ભળ્યા બાદ ફરી કોંગ્રેસમાં જોડાયા : જુઓ વિડિયો

ગુજસીટોક લાગ્યા બાદ ધરપકડ થતા રાજકારણમાં નિષ્ક્રિય રહેલા અતુલ ભંડેરી એકાએક મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસમાં ભળતાં રાજકારણ ગરમાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ :  જામનગરમાં અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી નગર સેવક બનેલ અતુલ ભંડેરી ભાજપમાં ભળ્યા બાદ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે.

ગુજસીટોક લાગ્યા બાદ ધરપકડ થઈ હતી અને રાજકારણમાં નિષ્ક્રિય રહેલા અતુલ ભંડેરી એકાએક મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસમાં ભળતાં રાજકારણ ગરમાયું આવ્યું છે. 

અતુલ ભંડેરી ને કોંગ્રેસનો ખેસ પહેરાવી પૂર્વ સંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાએ આવકાર્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:36 PM IST)