હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુરગાંવથી ઝડપાયેલ હાઈપ્રોફાઈલ ઇન્ટરનેશનલ સાયબર રેકેટમાં ગુજરાત કનેક્શન: સાણંદના યુવાન અને અંજારની યુવતી ઝડપાયા
કંબોડિયાની ગેંગ સાથે સાંઠગાંઠ, ૫૦૪ સીમકાર્ડ સાથે મીની ટેલીફોન એક્સચેન્જ ઝડપાયું, ૨૨૫૮ નકલી સીમ ચાર્જનો ઉપયોગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : ગુરગાંવના ચક્કરપુરા વિસ્તારમાં ડીએલએફ ફેઝ ૩ ના યુ બ્લોકના ફ્લેટમાં રહેતા ભાડૂતો શંકાસ્પદ ગતિવિધિ કરતા હોવાની બાતમી વિશે પડોશીઓએ પોલીસને જાણ કરાઈ હતી. જેને પગલે પોલીસે હાથ ધરેલ તપાસમાં ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. જોકે, ચોંકાવનારી વિગતો એ છે કે આમાં ગુજરાત કનેક્શન નીકળ્યું છે જેમાં આણંદના યુવાન યશ અમૃતસિંહ ડુગ્ગડ અને કચ્છના અંજારની યુવતી ભાવિકા રમેશ ભાગચંદાની સહિત યુપીના કાસગંજના રાહુલ કુમાર, મહારાષ્ટ્રના જલગાંવના લિતેશ, ગુરગાંવના સાગર એમ કુલ ૫ આરોપીઓ ઝડપાયા છે. પોલીસે મીની ટેલીફોન એક્સચેન્જ સાથે ૧૫ સીમ બોક્સ (જે ઇન્ટરનેશનલ કોલને લોકલ ફોન તરીકે બતાવે), ૫૦૪ સીમ કાર્ડ, ૭ વાઇફાઇ હ્યૂમન ડિટેક્શન ફીચર કેમેરા, રાઉટર, ૭ ઇન્વર્ટર, ૪૨ બેટરી ઝડપી પડ્યા હતા. અહીંથી ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુવાનોને કંબોડિયા મોકલી સાયબર ગુલામ બનાવવાનું રેકેટ ચલાવાતું હતું. પોલીસ તપાસમાં ખૂલેલી સનસનાટીભરી વિગતો એ છે કે, આ સાયબર ગેંગે ૨૨૫૮ નકલી સીમ કાર્ડ રિચાર્જ કરી તેનો સાયબર ફ્રોડમાં ઉપયોગ કરી ચૂકી છે. મૂળ અંજારના મંગલેશ્વરનગરમાં રહેતી અને હાલ ગુડગાંવથી ઝડપાયેલ યુવતી ભાવિકા રમેશ ભાગચંદાણી સીધી કંબોડિયન સાયબર માફિયાઓના સંપર્કમાં હોઈ સ્થાનિક પોલીસે પણ તપાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
