<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વધુ ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરી

મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીએ વિવિધ વોર્ડમાંથી ઉમેદવારો જાહેર કરતાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૪ઃ જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા વધુ ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષ દ્વારા વિવિધ વોર્ડમાંથી ઉમેદવારો જાહેર કરતાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.

જાહેર કરાયેલા ઉમેદવારોના નામ ની યાદી પર નિરીક્ષણ કરીએ તો વોર્ડ નં. ૩માં શીતલબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નં. ૪ - રવિભાઈ નાઝાભાઈ ખરા, વોર્ડ નં. ૭ માં જ્યોતિબેન સુરેશભાઈ ગોંડલીયા, વોર્ડ નં. ૮ માં કલ્પેશભાઈ લીંબાસીયા, વોર્ડ નં. ૮ માં નંદકિશોરભાઈ સવાણી, વોર્ડ નં. ૯ માં સુનિલભાઈ નંદલાલભાઈ આશર, વોર્ડ નં. ૧૦માં કિરીટ દૌડિયા, વોર્ડ નં. ૧૩માં  જિજ્ઞાસાબેન બીપીનભાઈ કડીવાર, વોર્ડ નં. ૧૪ માં હિંમતભાઈ ભદ્રા, વોર્ડ નં. ૧૪ માં ઉલાષબા જાડેજા અને વોર્ડ નં. ૧૪ માં કિશોરભાઈ ધીરજલાલ મેણીયા, વોર્ડ નં. ૧૫ મા કંકૂબેન બારૈયા,  અને વોર્ડ નં. ૧૬ માં રસિકભાઈ ગોહિલ વગેરે નો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની વધુ યાદી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે

(10:44 AM IST)