હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દરરોજ એક કલાક અખબારો- પુસ્તકો વાંચશો તો માતૃભાષા જીવંત રહેશેઃ પૂ.રમેશભાઇ ઓઝા
મુંબઇમાં ‘માતૃભાષા ભાગવત સપ્તાહ'માં ઉમટતા ભકતજનો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪: મુંબઇ ખાતે આયોજીત ભાગવત કથામાં પૂજય ભાઇશ્રીએ ઉપસ્થિત તમામ ભાવિકો પાસે માતૃભાષાના સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવા માટે સંકલ્પ કરાવ્યો હતો કે તમે કથા સાંભળીને ઘરે જાવ એટલે એક સંકલ્પ ચોકકસ કરજો કે દરરોજ એક કલાક તમે પુસ્તક વાંચશો. પુસ્તકો અને અખબારો જ માતૃભાષાને ટકાવી રાખવામાં, જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મુંબઈના બોરીવલી વિસ્તારમાં એશિયાના સૌથી જૂના દૈનિક સમાચારપત્ર મુંબઈ સમાચાર દ્વારા ૨ થી ૮ એપ્રિલ દરમિયાન એક અનોખા ‘‘માતળભાષા ભાગવત સપ્તાહ''નું આયોજન કરવામાં આવ્યું છે. બસો પાંચ વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરનાર આ સમાચારપત્રે ટેલિવિઝન ચેનલોના જોખમ વચ્ચે પણ લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. મુંબઈ સમાચાર દૈનિક સમાચાર પત્ર આયોજિત આ કાર્યક્રમ માત્ર ધાર્મિક કથા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આપણી માતળભાષા અને સાંસ્કળતિક વારસાને ઉજવવાનો એક ભવ્ય અને અભિનવ પ્રયાસ છે. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સાહિત્યકારો અને ભાષા પ્રત્યેનું ઋણ ચૂકવવાનો છે. ભારતની વિવિધ ભાષાઓના સાહિત્યકારોએ આપણી સંસ્કળતિ અને સંસ્કારોનું ઘડતર કર્યું છે, જેમને આધુનિક દોડધામમાં આપણે કયાંક વિસરી ગયા છીએ. આ ઋણ સ્વીકાર અને ભાષા વંદનાના પવિત્ર આશયથી આ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.
વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ માતળભાષાનું માહાત્મ્ય સમજાવતા અત્યંત સ્પર્શી જાય તેવા ગહન વિચારો રજૂ કર્યા. તેમણે ભાષાને માત્ર વિચારોની આપ-લે કરવાનું સાધન ન ગણાવતા, તેને સંસ્કળતિનું મૂળ નિવાસસ્થાન ગણાવ્યું. એક ભાષામાં આખી સંસ્કળતિ શ્વાસ લેતી હોય છે. અન્ય ભાષામાં ગરબાના તાલ પર રમી શકાય, પરંતુ તેમાં ગુજરાતીપણાની સાચી અનુભૂતિ ન થઈ શકે. જ્યારે કોઈ ભાષા નબળી પડે છે, ત્યારે તેની સાથે જોડાયેલી આખી સંસ્કળતિ અને પરંપરાઓ પણ લુપ્ત થવા લાગે છે. માતળભાષાનું જીવંત રહેવું એ આપણી ઓળખ ટકાવી રાખવા માટે અત્યંત આવશ્યક છે. એક હૃદયસ્પર્શી સામ્યતા આપતા ભાઈશ્રીએ સમજાવ્યું કે, જેવી રીતે એક નાની ઉંમરે વિધવા થયેલી માતા પોતાના સંતાનોના મુખ જોઈને તમામ દુઃખો સહન કરીને પણ જીવવાનો સંકલ્પ કરે છે, તેવી જ રીતે માતળભાષા પણ પોતાના બાળકો એટલે કે આપણા સૌના અસ્તિત્વ માટે સતત ટકી રહેવાનો સંઘર્ષ કરે છે.
આજની શિક્ષણ પદ્ધતિ પર ચિંતા વ્યક્ત કરતા એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે બાળકો અન્ય ભાષાઓ શીખે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ માતળભાષાના ભોગે આ ન થવું જોઈએ. માતાપિતાએ ઘરમાં બાળકો સાથે ફરજિયાત માતળભાષામાં જ વાતચીત કરવી જોઈએ. જેથી તેમના કાનમાં પોતાના મૂળ શબ્દો પડે અને તેમનો ભાષાકીય પિંડ મજબૂત બને. જો માતળભાષા નામશેષ થઈ જશે, તો આવનારી પેઢીઓ આપણી સમળદ્ધ સંસ્કળતિથી સંપૂર્ણપણે વિખૂટી પડી જશે. આ ભાગવત સપ્તાહનો મુખ્ય હેતુ પણ પરિવારોમાં માતળભાષા પ્રત્યે સભાનતા લાવવાનો છે. મહારાષ્ટ્રની ભૂમિ પર આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક મરાઠી ભાષાને પણ પૂરતું સન્માન આપવામાં આવ્યું છે. ગુજરાતી કાર્યક્રમ હોવા છતાં, કથાના પ્રથમ દિવસની સાંજ મરાઠી અભંગો અને સંગીતથી શણગારવામાં આવી.
આ રીતે જે ભૂમિ પર આપણે રહીએ છીએ તેની ભાષા પ્રત્યે પણ આદર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાત દિવસ ચાલનારા આ જ્ઞાન અને કલાના યજ્ઞમાં દરરોજ અલગ અલગ ભાષાઓના કાર્યક્રમો રજૂ થશે. આગામી દિવસોમાં પદ્મશ્રી કૈલાશ ખેર, ગીતાબેન રબારી, મૈથિલી ઠાકુર અને કીર્તિદાન ગઢવી જેવા નામાંકિત કલાકારો પોતાની કલા પીરસશે. સાચા અર્થમાં આ સપ્તાહ માત્ર ધાર્મિક કથાશ્રવણ ન રહેતાં, ભારતીય ભાષાઓ, સંગીત અને સાહિત્યનો એક અદભુત સમન્વય બની રહેશે. માતળભાષાના સંરક્ષણ માટેનો આ ભગીરથ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. તેમ નિખિલ દરજી, ઉમરગામ (જિલ્લોઃ વલસાડ) (મો.નં.૯૮૯૮૬ ૬૪૯૪૪)એ જણાવ્યુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
