News of Saturday, 4th April 2026
કર્જ ચુકવી દીધું છતાં પૈસા માટે ઝઘડો કરી શિક્ષીકાને પતિનો ત્રાસ
બાંટવા બસસ્ટેન્ડમાં બસ હડફેટે નાકરાના વળદ્ધને ઈજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૪: જૂનાગઢના એક મહિલાએ તેના પતિ, સાસુ અને સસરા સામે દુઃખ ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢમાં દીપાંજલી સોસાયટીમાં રહેતા અને કચ્છમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રેખાબેન બાલાસરાના લગ્ન ૨૦૧૩માં ખોરાસાના વિજય નારણભાઈ ચાવડા સાથે થયા હતા.
બંને કચ્છમાં રહેતા હતા. પતિ વિજય લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પણ તેમાં નુકસાન થતા દારૂ અને સિગરેટનો નશો કરી ઝઘડા શરૂ કર્યા હતા. પરિણીતાએ ચાર લાખની લોન લઈ અઢી લાખ રૂપિયા આપ્યા હતા અને અઢી લાખ સગાને ઉછીના આપ્યા તે પણ જાણ બહાર લઈ મેળવી લીધા હતા. અને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો.
જયારે સાસુ સસરાએ પણ કર્જ ચૂકવવા બાબતે બોલાચાલી કરી હતી. આ બાબતથી કંટાળી રેખાબેને અરજી કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા તેઓએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સસરા સામે નોંધાવતા તપાસ હાથ ધરી હતી.
વળદ્ધને ઈજા
માણાવદર તાલુકાના નાકરા ગામમાં રહેતા ખીમાભાઈ ભોજાભાઈ દાફડા (ઉ.વ. ૭૯) ગઇકાલે બસસ્ટેન્ડ બાંટવા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એસ.ટી.બસના ચાલકે પાછળથી ઠોકર મારતા ખીમાભાઈને કમરમાં ફેકચર થતા જૂનાગઢ ખસેડાયા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
