હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૪: ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કુડા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ફોરવીલ કારને ઉભી રાખી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આકાર તપાસ કરવામાં આવતા તેમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ પ્રકારની ૨૪૪૮ જેટલી બોટલો મળી આવી હતી ત્યારે આ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા દારૂ જપ્ત કરવામાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે ૨૪૪૮ જેટલી નાની મોટી દારૂની બોટલો ગણી અને તેની કિંમત ૫,૩૨,૧૨૮ ગણવામાં આવી હતી આ ઉપરાંત વેગેનાર ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી તેની કિંમત પણ ૪,૦૦,૦૦૦ ગણવામાં આવી હતી કુલ ૯,૩૨,૧૨૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતું અને આ અંગે ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલીયા રહે હિંમતપુરા તાલુકો પાટડી બે અજાણ્યા ઇસમો વેગેનાર ગાડીનો માલિક અને દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર તથા તપાસમાં ખૂલે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે કડક કાર્યવાહી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
