<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

પોરબંદર પાસે હીટ એન્‍ડ રનમાં નાસી ગયેલો કાર ચાલક ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪ :  નેવી કવાટર્સ વિસ્‍તાર નજીક પુરપાટ કારની હડફેટે એક વ્‍યકિતનું મોત નિપજયાથી નાસી ગયેલ કાર ચાલક રણજીત પુંજાભાઇને એલસીબીએ પકડી લીધો છે.

ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્‍ટાફ દ્વારા તપાસ દરમ્‍યાન એલસીબી સ્‍ટાફના એએસઆઇ રણજીતસિંહ દયાતર તથા એચસી વિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા સદરહુ બનાવની આસપાસના વિસ્‍તારના પોરબંદર નેત્રમ કમાન્‍ડ કંટ્રોલ સેન્‍ટર અંતર્ગત લગાડેલ સીસીટીવી કેમેરા દ્વારા તથા ખાનગી રાહે તપાસ કરતા અકસ્‍માતનો ગુનો સફેદ કલરની ફોકસવેગન કંપનીની વેન્‍ટો કાર ચાલકે કરેલ હોવાનું જણાઇ આવતા હું કારના માલીક અંગે ઇ-ગુજકોપ એપ્‍લીકેશનમાં સર્ચ કરતા રણજીત પુંજાભાઇ સાદીયા રહે. રાતડી વાળો હોવાનું જણાઇ આવતા તેની કાર સાથે એલસીબી કચેરી ખાતે લાવી પુછપરછ કરતા પોતે ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ.

આરોપી રણજીત પુંજાભાઇ સાદીયા   સામે કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર  પો.સ્‍ટે. સોંપી ગુનો ડીટેકટ કરવા કામગીરી કરવામાં આવેલ છે.

અકસ્‍માત સર્જીને નાસી ગયેલ કાર ચાલકને પકડવાની કામગીરીમાં પીઆઇ આર.કે.કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુંડા, રાજેન્‍દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા,  એચસી ઉપેન્‍દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્‍દ્રસિંહ પરમાર, પીસી નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા. 

(11:24 AM IST)