News of Saturday, 4th April 2026
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન તૂટયું
શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતની ટીમ દ્વારા રાજીનામા આપી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હાથે ખેસ ધારણ કરી અને આખી ટીમ કોંગ્રેસમાં ભળી ગઈ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૪: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ની તારીખ જાહેર થઈ ચૂકી છે ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી પણ પક્ષો દ્વારા જાહેર કરવામાં આવશે તે પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ સતત ગરમાઇ રહ્યું છે સુરેન્દ્રનગરની લીંબડી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું ગઈકાલે મોડી રાત્રે રાજીનામું આપવી અને પક્ષને રામરામ કરવામાં આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના લીંબડી શહેર પ્રમુખ અનિલ સિંગલ મહિલા પ્રમુખ અસ્મિતાબા ઓબીસી ચેરમેન ભરત માળી અનુસૂચિત જાતિના ચેરમેન મયુર દુલેરા ઉપ-પ્રમુખ નટુભા ઝાલા ઉપપ્રમુખ નિલેશ ઠાકર સંગઠન મંત્રી રાઠોડ સહિતના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપી દેવાયા છે અને અમિત ચાવડાના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
