<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

વડીયામાં સંતાનો બાબતે પતિ સાથે ઝઘડો થતા મિલનબેન રાવરાણીએ જાતજલાવી આપઘાત કર્યો

બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી

રાજકોટ, તા. ૪: અમરેલી જિલ્લાના વડિયા (તા. કુકાવાવ) ખાતે રહેતી એક ૩૦ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નિતાાન કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ છે. સંતાનો બાબતે પતિ સાથે થયેલી નજીવી બોલાચાલીમાં માઠું લાગી આવતા પરિણીતાએ આ આત્‍મઘાતી પગલું ભર્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાનું રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે.

મળતી માહિતી મુજબ, વડિયા ખાતે રહેતા મિલનબેન રવિભાઈ રાવરાણી (ઉં.વ. ૩૦) ગત તારીખ ૨૬/૩/૨૬ ના રોજ સવારે ૯-૩૦ વાગ્‍યાના સુમારે પોતાના ઘરે હતા. આ દરમિયાન કોઈ કારણોસર તેઓએ પોતાના શરીર પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્‍યા હતા અને ગંભીર હાલતમાં મિલનબેનને તાત્‍કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેઓએ હોસ્‍પિટલના બિછાને દમ તોડયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે કે,  મળતક મિલનબેનના લગ્ન ૮ વર્ષ પહેલા રવિભાઈ સાથે થયા હતા. તેમના પતિ રવિભાઈ દરજીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. ઘટનાના દિવસે સંતાનો બાબતે પતિ-પત્‍ની વચ્‍ચે કોઈ માથાકૂટ થઈ હતી જેનું મિલનબેનને મનમાં લાગી આવ્‍યું હતું અને આવેશમાં આવીને તેઓએ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ ઘટનાથી રાવરાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે અને બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે

(1:15 PM IST)