<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

વડીલોની દીર્ઘદ્રષ્‍ટી ગૃહ જીવનની સમસ્‍યાઓના ઉકેલમાં મદદરૂપ

નવી પેઢી બધું કાર્ય ઝડપથી કરી લેવા માંગે છે, પરંતુ ઝડપની મજા કયારેક સજા બની જાય છેઃ નવી પેઢીના રાહબર વડીલ ઘરમાં હોય તો કયારેક મુશ્‍કેલીનો સામનો કરવા પડતો નથી

પોરબંદર, તા.૪: આપણા ઘરના વડીલો પાસે જે છે એને આપણે ભાથુ કહીએ છીએ જેમ મુસાફરી દરમિયાન ભાથું ભૂખ મટાડે છે તેમ વડીલોના અનુભવોને પાઠશાળામાંથી આપણે શીખીને જીવનની સમસ્‍યાઓ પરના સમાધાન વડીલોના દીર્ઘ દ્રષ્ટિ આપણને સમસ્‍યાઓના ઉકેલ સામે મદદરૂપ થાય છે જેમ કોઈ વળક્ષ જૂનું થઈ ગયું હોવા છતાં છાયા આપવાનું ભૂલતું નથી. તેમ આપણા ઘરના વડીલો પણ જ્‍યાં સુધી હયાત છે ત્‍યાં સુધી આપણા માથે એમના આશીર્વાદનો હાથ છે એ કદી ભૂલવું જોઈએ નહીં વડીલો પાસે નિર્ણય લેવાની પરિપક્‍વતા છે.

જ્‍યારે નવી પેઢી એ ઝડપથી બધું જ કાર્ય કરી લેવામાં માને છે પરંતુ એ જાણતી નથી કે ઝડપની મજા કયારેક સજા બની જતી હોય છે માટે જ નવી પેઢીના રાહબર એટલે વડીલ ઘરમાં જો વડીલ સારું હોય તો ઘરના લોકોને કયારેય મુશ્‍કેલીનો સામનો કરવો પડતો નથી એ હરેક મુસીબતમાં અડીખમ પહાડ જેમ ઊભા રહે છે તેમનામાં ગજબની સહનશક્‍તિ અને સંબંધોને સાચવણી કઈ રીતે કરવી એની સુજ એ આપણે વડીલો પાસેથી લેવાની છે આજના યુઝ એન્‍ડ થ્રો જમાનામાં સંબંધોની સાચવણી દરમિયાન ગાબડા પડે તો રીપેર કરવા એ વડીલો પાસેથી શીખવાની જરૂર છે વડીલો પાસેથી આપણે ખાસ એ વાત શીખવાની છે કે સંતોષમાં સાચું સુખ છે એ લોકો એ કયારેય પુષ્‍કળ કદી કંઈ જોયું જ નથી પછી એ વસ્‍તુ હોય કે પરિસ્‍થિતિ હંમેશા સમાધાન જ કર્યું છે આપણે તે ખાસ શીખવું જોઈએ.

જનરેશન ગેપ નવી પેઢી પરિવર્તનનો સમયઃ નવી પેઢી એટલે ર્જા આકાંક્ષા અને આધુનિકતાનો સમન્‍વય જે કામ વડીલો માટે મુશ્‍કેલ છે તે કામ યુવા વર્ગ ઝડપથી કરી આપે છે કેમ છે આજના માહિતી ટેકનોલોજીના યુગમાં એઆઈની મદદથી બધું સરળ બનતું જાય છે એ શીખવું એ વડીલો માટે કદાચ મૂંઝવણ હોઈ શકે.ઇન્‍ટરનેટની સુવિધા ને કારણે આજનો યુવાન માત્ર ગામ અને શહેર પૂરતું મર્યાદિત રહ્યો નથી. વૈશ્વિક દ્રષ્ટિ અપનાવીને મિનિટોમાં અમુક કાર્ય કરી દે છે  જે કાર્ય વડીલો માટે કદાચ અશકય બને પરંતુ બંને વચ્‍ચે જનરેશન ગેપ છે એનો મતલબ એવો નથી કે સમન્‍વય ન કરી શકાય જનરેશન ગેપ એ કોઈ ખાય નથી, પરંતુ બે અલગ અલગ સમય કાળ વચ્‍ચેનો તફાવત છે વડીલો એ હંમેશા બચત કરવામાં માને છે જ્‍યારે યુવા ધન વર્તમાનમાં રોકાણ કરવા ઈચ્‍છે છે યુવાનો પેશન અને પ્રયોગશાળામાં માને છે જ્‍યારે વડીલો સ્‍થિરતામાં માને છે વડીલો હંમેશા રૂબરૂ મુલાકાતમાં માને છે જ્‍યારે નવી પેઢી એ વોઇસ મેસેજમાં માને છે આધુનિકતા સાથેનો સમન્‍વય યુવા પેઢી અને વડીલો વચ્‍ચે સંવાદ કરવાથી જનરેશન ગેપ ઘટાડી શકાય.

વડીલોની જવાબદારી પરિવર્તનને સ્‍વીકારોઃ આજના માહિતી ટેકનોલોજી ના યુગમાં વડીલોએ પણ સ્‍વીકારવું પડશે કે બધું જ પોતે કેસે એવું નહીં થાય માટે જ અમારા તો સમયમાં આવું ચાલતું હતું એ શબ્‍દો હવે જૂના થઈ ગયા છે થોડું ઘણું પરિવર્તન તો વડીલો એ પણ સ્‍વીકારવું પડશે યુવા પેઢીને માત્ર અને માત્ર સલાહ સુચન અને માર્ગદર્શનની સાથે સાથે મિત્રતા જેવું વ્‍યવહાર તેમણે આ સંબંધોને આજીવન ટકાવીને રાખશે સાથે હળવું વાતાવરણ પણ ઘર પરિવારમાં રહેશે આ જવાબદારી વડીલોની છે થોડા ઘણા પરિવર્તન તો એમણે પણ સ્‍વીકારવા પડશે.

નવી પેઢી એ પણ તમને કાંઈ ખબર પડે નહીં તમે હવે જૂના થઈ ગયા છો હવે તમારો સમય જતો રહ્યો આવા શબ્‍દોથી વડીલોને કયારેય સૂચન આપવું નહીં આપણે એ કદી જ ભૂલવું જોઈએ નહીં કે જે રસ્‍તા ઉપર આપણે આજે દોડી રહ્યા છીએ તે રસ્‍તો વડીલો એ જ બનાવ્‍યો છે માટે જ તેના સૂચનોને પ્રતિસાદ આપો પહેલાના સમયમાં જ્‍યારે સંયુક્‍ત પરિવારો હતા ત્‍યારે ઘર પરિવારના શાંતિનો માહોલ રહેતો બાળકો દાદાજી પાસેથી વાર્તા સાંભળીને મોટા થયા એ સમયગાળો જુઓ અને આપણો આજનો સમયગાળો જુઓ તમને હાથી અને ઘોડા જેટલો ફરક દેખાશે જે તે સમયમાં વાર્તા એટલે એક મનોરંજનનું સાધન ન હતું. પરંતુ જીવન જીવવાની જડીબુટ્ટી હતી માટે જ ત્‍યારે ડિપ્રેશન જેવા શબ્‍દો કયારેય સાંભળવા મળતા નથી. માનસિક સ્‍વાસ્‍થ્‍યની ખામી સર્જાતિ નહીં એનું મહત્‍વનું કારણ એ હતું કે માણસની જરૂરિયાતો ઓછી હતી અને લાગણીઓનું પ્રમાણ વધારે હતું આજનો સમય કપરો ચાલી રહ્યો છે.

(સંદર્ભઃ સામાજિક મનોવિજ્ઞાનઃ પેઢીઓ પરના સંબંધોના અભ્‍યાસો. ભારતીય સંસ્‍કળતિના મૂલ્‍યોઃ સંયુક્‍ત પરિવાર અને વિભક્‍ત પરિવાર પરના લેખો. ભારતીય પરિવાર પરિવારોમાં બનતા વિચ્‍છેદનના બનાવો પરના અભ્‍યાસો. વર્તમાનના સામાજિક લેખકોઃ કાજલ ઓઝા વૈધ ગુણવંત શાહ)

ડો.મનીષા લાખાણી

પોરબંદર ફેમિલીકોર્ટના કાઉન્‍સીલર

(11:53 AM IST)