<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ધ્રોલના પિયાવા ચોકડી પાસે સોલાર પ્‍લાન્‍ટમાંથી વાયર ચોરતી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ધ્રોલ પોલીસઃ કુલ ૪.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૪: ધ્રોલ પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ સ્‍ટાફે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એક મહત્‍વની સફળતા મેળવી છે. ધ્રોલ-લતીપર રોડ પર હરીપર ગામની સીમમાં પિયાવા ચોકડી પાસે આવેલા એક સોલાર પ્‍લાન્‍ટમાંથી આશરે ૧૨,૦૦૦ મીટર વીજવાયર, જેની કિંમત રૂ. ૨,૪૦,૦૦૦/- થાય છે, તેની ચોરી કરનાર પાંચ ઇસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂ. ૪,૪૫,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્‍યા છે.

આ ઘટનાની વિગત મુજબ, ગત તા. ૩૧/૦૩/૨૦૨૬ થી ૦૧/૦૪/૨૦૨૬ ના વહેલી સવાર દરમિયાન સોલાર પ્‍લાન્‍ટમાંથી અજાણ્‍યા ઇસમો વાયર ચોરી ગયા હતા, જે અંગે ધ્રોલ પોલીસ મથકમાં ગ્‍ફલ્‍ કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો. આ વણશોધાયેલા ગુનાને ઉકેલવા માટે ધ્રોલ પોલીસ અને જામનગર કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ એક બ્‍લુ કલરની રેનોલ્‍ટ ટ્રીબર કારમાં જામનગરથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. જે હકીકતના આધારે ધ્રોલ જી.એમ. પટેલ સ્‍કૂલ પાસે હાઇવે પર વોચ ગોઠવી કારને અટકાવવામાં આવી હતી.

પોલીસે કારમાં સવાર હુશેન ઉર્ફે લેંઘો અયુબભાઇ મેપાણી, આરીફ ઇશાભાઇ તાયાણી, અસલમ ઇશાભાઇ તાયાણી અને આશીફ હારુન મેપાણી (તમામ રહે. સિક્કા, તા.જી. જામનગર) ની અટકાયત કરી હતી. તેઓની પૂછપરછમાં ચોરીનો મુદ્દામાલ લેનાર જામનગરના બેડેશ્વર વિસ્‍તારમાં રહેતા બશીરભાઇ હનીફભાઇ ચૌહાણને પણ પકડી પાડવામાં આવ્‍યો હતો. આરોપીઓ પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦/- ની કાર, ૧૨૫ કિલો બળેલ કોપર વાયર (કિંમત રૂ. ૧,૨૫,૦૦૦/-), ૪ મોબાઈલ ફોન અને ચોરી કરવા માટેના સાધનો જપ્ત કરવામાં આવ્‍યા છે.

નોંધનીય છે કે આ ગેંગની ધરપકડથી ધ્રોલ પોલીસ સ્‍ટેશન ઉપરાંત જોડીયા પોલીસ સ્‍ટેશનના પણ વીજવાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીઓ પૈકી આરીફ અને અસલમ તાયાણી અગાઉ પણ સિક્કા પોલીસ સ્‍ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂકયા છે. આ સફળ કામગીરી ધ્રોલ પો.ઇન્‍સ. એચ.વી. રાઠોડ, ભ્‍લ્‍ત્‍ એમ.એમ. કુભારવાડીયા, કમાન્‍ડ કંટ્રોલના ભ્‍લ્‍ત્‍ બી.બી. સિંગલ તથા સર્વેલન્‍સ સ્‍ટાફ દ્વારા કરવામાં આવી છે.

(1:16 PM IST)