<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

રાવલનો શખ્‍સ પાસામાં જેલ હવાલે

ખંભાળીયા તા. ૪ :.. સમાજમાં ચાલી રહેલ દુષણરૂપી દારૂની અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા તેમજ સમાજના લોકો મુકત રીતે શાંતિમય વાતાવરણમાં પોતાનું જીવન જીવી શકે તે પ્રકારનો હકારાત્‍મક અભિગમ અપનાવી ત્‍વરિત નિર્ણય લઇ કાના લખમણભાઇ ગામી રહે. હનુમાનધાર, રાવલ ગામ, સામે પાસા દરખાસ્‍તના કાગળોનો અભ્‍યાસ-અવલોકન કરી પાસા દરખાસ્‍ત મંજૂર કરી અટકાયત વોરંટ ઇસ્‍યુ કરતા ટેકનીકલ સર્વેલન્‍સનો ઉપયોગ કરી મજકૂર ઇસમને રાઉન્‍ડ અપ કરી પાસા એકટ હેઠળ ઇસ્‍યુ કરી લાજપોર મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવા કામગીરી કરેલ છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. ઇ. પો. ઇ. એન. એચ. જોષી, અધિક જિલ્લા મેજી. ભુપેશ જોટાણીયા, પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી, એસ. વી. કાંબલીયા, કલેકટર કચેરીના નાયબ મામલતદાર નિલેષભાઇ કરમુર, એએસઆઇ અરજણભાઇ મારૂ, દિપકભાઇ રાવલીયા, એચસી ખીમાભાઇ કરમુર, પ્રવિણભાઇ માડમ, ગોવિંદભાઇ કરમુર, પીસી સચિનભાઇ નકુમ, ક્રિપાલસિંહ ચૌહાણ તેમજ કલેકટર કચેરીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. 

(1:15 PM IST)