તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ધ્રોલમાં માંદગીથી કંટાળી પ્રૌઢાનો આપઘાત: ૨૦ વર્ષની માનસિક બીમારીથી હારી જઈ એસિડ પીધું, સારવારમાં મોત

(સંજય ડાંગર) ધ્રોલ : ધ્રોલ શહેરના મેમણ ચોક વિસ્તારમાં રહેતા એક પ્રૌઢાએ લાંબા સમયની શારીરિક અને માનસિક બીમારીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. મરણજનારે પોતાના ઘરે એસિડ પી લેતા તેમનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે.
બનાવની વિગત મુજબ, ધ્રોલની વાણંદ શેરી, મેમણ ચોક પાસે રહેતા ફુલસુમબેન કરીમભાઇ જાનવાણી (ઉં.વ. ૫૨) છેલ્લા વીસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેની દવા પણ લેતા હતા. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી તેમને એસિડિટીની સતત તકલીફ રહેતી હતી અને ઓછું સાંભળતા હોવાને કારણે તેઓ ગુમસુમ અને હતાશ રહેતા હતા. આ બીમારીઓથી કંટાળી જઈ ગત તા. ૨૯/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ તેઓએ પોતાના ઘરે એસિડ પી લીધું હતું.
બનાવને પગલે પરિવારજનોએ તેમને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ અંગે મૃતકના પુત્ર આશીબભાઇ કરીમભાઇ જાનવાણીએ ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરતા હેડ કોન્સ્ટેબલ આર.એ. કુબાવતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
