<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં જૂની ઇમારતનના ત્રીજામાળેથી પ્લાસ્ટરનું પોપડું પડતા મહિલાને ઇજા

જર્જરિત લક્ષ્મી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અચાનક પ્લાસ્ટરનું મોટું પોપડું નીચે પડતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલાનો હાથ ભાંગી ગયો અને માથામાં પણ ગંભીર ઈજા પહોંચી

જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી . જર્જરિત લક્ષ્મી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અચાનક પ્લાસ્ટરનું મોટું પોપડું નીચે પડતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. મહિલાનો હાથ ભાંગી ગયો અને માથામાં પણ ગંભીર ઈજા પહોંચી હતી 

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ આ જ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતા ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે મનપા દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે જર્જરિત ઈમારતો સામે કડક કાર્યવાહી કરાશે. પરંતુ આ ઘટના તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર હોવાની સાક્ષી પૂરે છે. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાના પતિએ તંત્રની આ નિષ્ક્રિયતા સામે લડત આપવાનું એલાન કર્યું છે.

(7:26 PM IST)