<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

જામનગરના ભીમવાસમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી લેતી જામનગર સીટી બી ડિવિઝન પોલીસ

બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા પુઠાની ૬ પેટીઓમાં ઇંગ્લીશ દારૂની ૭૧ નંગ બોટલ દારૂ મળ્યો : બે આરોપીઓ વોન્ટેડ જાહેર

જામનગર શહેરમા પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધીક્ષક જે.એન.ઝાલાની સુચના અને સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એન.એમ.ગઢવીની સુચનાથી સીટી બી ડીવી પો.સ્ટે.ના ગુલાબનગર પોલીસ ચોકીના સ્ટાફના પો.સબ.ઇન્સ ડી.જી.રાજ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા 

  દરમ્યાન ગુલાબનગર પોલીસ ચોકીના સ્ટાફના પો.હે.કો. નરેશભાઇ મેર, લોકરક્ષક પોલીસ કોન્સ સુનિલભાઇ કે શિયાર તથા હરેશભાઇ આર રંગપરા ને ચોકકસ બાતમી રાહે હકીકત મળેલ કે એક ભીમવાસ શેરી નં.૩, ભંગારના વાળા પાછળ રહેતા મેહમુદ સીદ્દીક દલ તથા ઇકબાલ સીદ્દીક દલ નામના વ્યક્તિઓ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેંચાણ અર્થે રાખેલ છે જે હકિકત આધારે રેઈડ દરમ્યાન આરોપીઓએ પોતાનાં કબ્જા ભોગવટાનાં મકાનમા સફેદ કલરની પુઠાની ૬ પેટીઓમાં ઇંગ્લીશ દારૂની ૭૧ નંગ બોટલ ગે.કા. પાસ પરમીટ વગર વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર નહી મળી આવતા ઇગ્લીશ દારૂ કુલ કિ.રૂ ૩૫,૫૦૦/ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જેની આગળની તપાસ પો.સબ.ઇન્સ ડી.જી.રાજ ચલાવી રહેલ છે.

આરોપીઓ (૧) મેહમુદ સીદ્દીક દલ રહે. ભીમવાસ શેરી નં.૩, ભંગારના વાળા પાછળ, જામનગર (પકડવા પર બાકી)(૨) ઇકબાલ સીદ્દીક દલ રહે. ભીમવાસ શેરી નં.૩, ભંગારના વાળા પાછળ, જામનગર(પકડવા પર બાકી)

ઉપરોક્ત કામગીરી સીટી બી પોલીસ સ્ટેશન ગુલાબનગર ચોકીના પો.સબ.ઇન્સ ડી.જી. રાજ તથા પો.હે.કો. નરેશભાઇ મેર તથા લોકરક્ષક પોલીસ કોન્સ સુનિલભાઇ કે શિયાર તથા હરેશભાઇ આર રંગપરા નાઓએ કરેલ છે.

(10:39 PM IST)