તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
મોરબીમાં અભિનેત્રી રોમા માણેકની ઉપસ્થિતિમાં "રામદેવપીર આરતી મહોત્સવ"ની ભવ્ય ઉજવણી.
વાલ્મીકિવાસ, રબારીવાસ અને વજેપરના પરિવારોએ સાથે મળી આરતી ઉતારી: વ્યસનમુક્તિ અને શિક્ષણનો અપાયો સંદેશ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના આંગણે ગત રાત્રિએ શ્રદ્ધા, સંસ્કાર અને સંગઠનની શક્તિના દર્શન કરાવતો ‘રામદેવપીર આરતી મહોત્સવ' અત્યંત દબદબાભેર અને ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. શહેરના જેલ રોડ પરના વાલ્મીકિવાસ, રબારીવાસ અને વજેપર સહિતના વિસ્તારોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રામદેવપીરના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
આ પાવન પ્રસંગે મુખ્ય આકર્ષણ તરીકે ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી રોમા માણેક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને મોરબીની જનતાની ભક્તિ જોઈને અભિભૂત થયા હતા. હાથોમાં આરતીના દીવા પ્રગટ્યા, ત્યારે વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આ મહોત્સવ મારફતે સમાજમાં એકતાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય આયોજક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ આ તકે સમાજને પ્રેરક અને મજબૂત સંદેશ આપતા જણાવ્યું હતું કે, રામદેવપીર આરતી મહોત્સવ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનો એક પવિત્ર પ્રયાસ છે. વાલ્મીકિવાસ, રબારીવાસ અને વજેપર જેવા વિસ્તારો જ્યારે ખભેખભા મિલાવીને બાબાની આરતીમાં જોડાય છે, ત્યારે સાચા અર્થમાં ભેદભાવમુક્ત અને સમરસ સમાજનું નિર્માણ થાય છે
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
