<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સાળંગપુરના આંગણે ભક્‍તિનો મહાસાગરઃ ભારદ્વાજ પરિવાર બન્‍યો મારુતિ યજ્ઞનો મુખ્‍ય યજમાન

હનુમાન જન્‍મોત્‍સવના પાવન પર્વે કષ્ટભંજન દેવના સાનિધ્‍યમાં યોજાયેલ દિવ્‍ય આહુતિઃ ભારદ્વાજ પરિવારે અનુભવી ધન્‍યતા

રાજકોટઃ હનુમાન જન્‍મોત્‍સવના પવિત્ર દિને સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્‍યમાં આસ્‍થા અને ભક્‍તિનો અદભૂત સંગમ જોવા મળ્‍યો હતો. વિશ્વકલ્‍યાણના ઉમદા હેતુ સાથે યોજાયેલા ભવ્‍ય ‘મારુતિ યજ્ઞ'માં ૧૬ વર્ષના પ્રતિક્ષાકાળ બાદ ભારદ્વાજ પરિવારે મુખ્‍ય યજમાન તરીકે બિરાજમાન થઈ ધર્મલાભ લીધો હતો.

યજ્ઞના મંડપમાં વેદમંત્રોના ગુંજારવ અને હનુમાનજી મહારાજના જયઘોષ સાથે વાતાવરણ ભક્‍તિમય બની ગયું હતું. આ દિવ્‍ય તક પ્રાપ્ત કરવા અંગે નીતિનભાઈ ભારદ્વાજે (મો.૯૮૨૪૦ ૪૩૦૪૩)  જણાવ્‍યું હતું કે, ‘‘કષ્ટભંજન દાદાએ અમને આ વર્ષે યજમાન બનવા લાયક ગણ્‍યા, તે અમારું પરમ સૌભાગ્‍ય છે. આ પવિત્ર યજ્ઞમાં સહભાગી થવું તે દાદાની અસીમ કૃપાનું પરિણામ છે.''

નીતિનભાઈએ આ આયોજનને સફળ બનાવનાર સ્‍વામિનારાયણ વડતાલધામના સંતો અને ટ્રસ્‍ટીઓનો આભાર માનતા જણાવ્‍યું હતું કે, ‘‘મંદિરની અદ્વુત મહેમાનગતિ અને યજ્ઞ માટેની સચોટ વ્‍યવસ્‍થાએ ભક્‍તોના હૃદય જીતી લીધા છે.''

આ દિવ્‍ય યજ્ઞમાં ભારદ્વાજ પરિવાર સાથે ગુજરાતના અગ્રણી પરિવારો અને મહાનુભાવોએ પણ ઉપસ્‍થિત રહીને આહુતિ આપી હતી.

આ પાવન અવસરે યજ્ઞમાં મુખ્‍ય યજમાન પરિવાર સાથે અભયભાઈ ભારદ્વાજ પરિવાર, નીતિનભાઈ ભારદ્વાજ પરિવાર, અંજાલિબેન રૂપાણી, જીતેન્‍દ્રભાઈ જાની પરિવાર, મહેશભાઈ ત્રિવેદી પરિવાર, મિલનભાઈ શાહ પરિવાર, વિનેશભાઈ ઘોડાસરા પરિવાર, બ્રિજેશભાઈ જોશી પરિવાર, ગૌરવ મહેતા ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:26 AM IST)