<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

જસદણઃ સાવલીયા પરિવારના ધર્મોત્‍સવમાં ચરાડવા મહાકાળી આશ્રમના

જસદણઃ રાજકોટ જીલ્લાના જસદણમાં સાવલીયા પરિવાર દ્વારા તાજેતરમાં ધર્મોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના મહાકાળી આશ્રમના બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજના શિષ્‍ય પૂ.અમરગીરીબાપુ તથા હરદ્વાર પતંજલીના પૂ.યજ્ઞદેવજી મહારાજ સહિતના ઉપસ્‍થિત રહયા હતા. સાવલિયા પરિવારના માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા તેમજ યજ્ઞ હવન તેમજ શોભાયાત્રા યોજાય હતી આ તકે ચરાડવા મહાકાળી આશ્રમના મહંત શ્રી અમરગીરીબાપુ તથા હરદ્વાર પતંજલીના પૂ. યજ્ઞદેવજી મહારાજ સહિત સંતો ઉપસ્‍થિત રહયા હતા અને ભકતજનોને આર્શિવાદ પાઠવ્‍યા હતા. (તસ્‍વીર- અહેવાલઃ હિતેશ ગોસાઇ-જસદણ)

(11:08 AM IST)