<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કચ્‍છમાં ફ્‌લેમિંગો (સુરખાબ)નો અદભુત નજારોઃ હર્ષ સંઘવીએ એક્‍સ ઉપર શેર કર્યો મંત્રમુગ્‍ધ કરતો ડ્રોન વીડિયો

રાજકોટ, તા.૬: ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર કચ્‍છનો એક નયનરમ્‍ય ડ્રોન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હજારોની સંખ્‍યામાં ફ્‌લેમિંગો (સુરખાબ) પક્ષીઓ જોવા મળે છે. પ્રકળતિની સુંદરતા દર્શાવતા આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આજે મોડી સાંજ સુધીમાં તેને ૨ લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે.

રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ તેમના અધિકળત ટ્‍વિટર એકાઉન્‍ટ પરથી પ્રકળતિ પ્રેમીઓ અને પ્રવાસીઓને આકર્ષિત કરે તેવો એક વીડિયો શેર કર્યો છે. આજે રવિવારે સવારે ૯:૨૯ કલાકે પોસ્‍ટ કરવામાં આવેલ ૫૭ સેકન્‍ડના આ ડ્રોન વીડિયોમાં કચ્‍છના રણનું અદભુત અને શાંત સૌંદર્ય કેમેરામાં કેદ થયેલું જોવા મળે છે.

તેમણે આ સુંદર વીડિયોની સાથે કેપ્‍શનમાં લખ્‍યું છે કે, કચ્‍છમાં ફ્‌લેમિંગોનું અદભુત ડ્રોન દ્રશ્‍ય, જાણે કે પ્રકળતિની પોતાની શ્રેષ્ઠ રચના સંપૂર્ણ સુમેળમાં પ્રગટ થઈ રહી હોય.

વીડિયોમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે, વિશાળ જળરાશિ વચ્‍ચેથી પસાર થતા રસ્‍તાની બાજુમાં હજારોની સંખ્‍યામાં ફ્‌લેમિંગો પક્ષીઓ એકસાથે બેઠેલા અને ઉડતા જોવા મળે છે. આ દ્રશ્‍ય જાણે પાણી પર ગુલાબી રંગની ચાદર પથરાયેલી હોય તેવો આભાસ કરાવે છે.

સોશિયલ મીડિયા પર આ કુદરતી નજારો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્‍ટને અત્‍યાર સુધીમાં એટલે કે માત્ર ૧૨ કલાકમાં ૨ લાખથી વધુ વ્‍યૂઝ મળી ચૂકયા છે. નોંધનીય છે કે, કચ્‍છ દર વર્ષે હજારો વિદેશી પક્ષીઓનું આશ્રયસ્‍થાન બને છે, જેમાં ફ્‌લેમિંગો (સુરખાબ) મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર રહે છે. ડ્રોનથી લેવાયેલ આ દ્રશ્‍ય કચ્‍છની ભૌગોલિક સુંદરતા અને જીવસળષ્ટિનો એક અદભુત સમન્‍વય પૂરો પાડે છે

(11:19 AM IST)