<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

અમરેલી જિલ્લાની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં બ.સ.પા.પણ ઝુકાવશે

 

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા.તા. ૬: રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું બ્‍યુગલ વાગી ચૂકયું છે ત્‍યારે સત્તાધારી ભાજપ અને પરંપરાગત વિરોધ પક્ષ એવા કોંગ્રેસ બંને પક્ષો તો આ ચૂંટણીઓ લડી લેવાના છે પણ સાથે સાથે અન્‍ય રાજકીય પક્ષોએ પણ ઝુકાવ્‍યું છે જેમાં બહુજન સમાજવાદી પાર્ટી  ના અમરેલી જિલ્લા પ્રમુખે પણ જિલ્લા પંચાયત , જીલ્લાની તમામ ૧૧ તાલુકા પંચાયત અને છ નગરપાલિકાઓની સ્‍થાનિક સ્‍વરાજ ની ચૂંટણીઓ લડી લેવા મન બનાવ્‍યું છે અને એક જાહેર અપીલ દ્વારા અમરેલી જિલ્લાના સારા,શિક્ષિત અને પ્રમાણિક મહિલા અને પુરુષ ઉમેદવારો બ.સ.પા. તરફથી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી લડવા માંગતા હોય તેઓએ જીવરાજભાઈ પરમાર પ્રમુખશ્રી અમરેલી જીલ્લો મોબાઈલ નંબર  ૯૪૨૭૨ ૩૦૫૯૮, પી.એમ. પરમાર ઉપપ્રમુખ ૯૯૭૯૪ ૭૧૧૫૪ અને યુવા આગેવાન અશરફભાઈ કૂરેશી (ચિનગારી) મહામંત્રી નો મો.૯૯૩૫૧૪૮૦૨૩  સંપર્ક કરવા બસપા ની યાદીમાં જણાવાયું છે.

(1:46 PM IST)