News of Monday, 6th April 2026
મેંદરડા પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા વી.જે. સાવજઃ ગ્રામ્ય વિસ્તારમાં તુરંત પેટ્રોલીંગ કર્યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.૬, એસ પી સુબોધ ઓડેદરા દ્વારા પીઆઇવીજે સાવજ ની મેંદરડા પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરતા, શ્રી સાવજે વિધીવત ચાર્જ અને ગ્રામ્ય વિસ્તારો અને મેંદરડામાં આવતાની સાથે પેટ્રોલીંગ કર્યુ હતું.
જુનાગઢ શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા સી ડીવીઝન અને એ ડીવીઝનમાાં પી આઇ તરીકે ફરજ બજાવી અસામાજીક તત્વોની ખો ભૂલાવી દેનાર કડક અને જાંબાઝ પોલીસ અધિકારીની છાંપ ધરાવતા શ્રી સાવજએ મેંદરડાની પ્રજાને સંદેશો આપતા જણાવેલ કે, પ્રજાને શાંતિ અને સલામતીનો અહેસાસ થાય તે માટે હંમેશા તેઓ પ્રયત્નશીલ રહેશે અને મેંદરડા અને મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં તમામ ગામોની જનતાને કોઇપણ અસામાજીકોની કનગડત હોય તો સીધો મેંદરડા પો. સ્ટે.નો સંપર્ક સાધવો જેથી ત્વરીત કાર્યવાહી કરાશે
લોકોને પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર ચરિતાર્થ કરી તેમની સલામતી માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
