<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

જસદણમાં ચૂંટણી પહેલા જ આક્ષેપ બાજીથી રાજકારણ ગરમાયું

કેબિનેટ મંત્રી અને સમર્થકો વિરૂદ્ધ પોસ્‍ટ વાયરલ કરનાર વિપુલ જાપડીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ : રાજકોટ જિલ્લા કોંગ્રેસના યુવા આગેવાન વિપુલ જાપડીયાએ ગુજરાત સરકારના મંત્રી વિરૂદ્ધ અપશબ્‍દોવાળુ લખાણ કરી પોસ્‍ટ વાઇરલ કરતા જસદણ પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૬ : રાજકીય પક્ષો દ્વારા સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં હજુ તો ઉમેદવારોની પૂરી યાદી પણ હજુ બહાર પાડવામાં નથી આવી એ પહેલા સોશિયલ મીડિયામાં એકબીજા પક્ષના કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી દેવાનું શરૂ કર્યું છે ત્‍યારે જસદણના કોંગ્રેસી યુવા કાર્યકરે રાજ્‍ય સરકારના મંત્રી અને બીજા કાર્યકરો વિરુદ્ધ અપ શબ્‍દો લખેલી પોસ્‍ટ વાયરલ કરતા જસદણ પોલીસે ખુદ ફરિયાદી બની આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે.

આ અંગે જસદણ પોલીસ સ્‍ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કોઠીના અને હાલ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સંગઠન સમિતિના મંત્રી વિપુલાલ જાપડીયા એ તેના ફેસબુક એકાઉન્‍ટ ઉપર એક પોસ્‍ટ વાઇરલ કરી હતી જેમા મંત્રીના ભાગીદારો મને ટીકીટ ના મળે તે માટે મરણિયા પ્રયાસો કરે છે તેઓને વિપુલ ઝાપડીયા કહેવા માંગે છે કે.....કહી ઞાળો લખી હોય આ બાબત જસદણના પી.આઇ.જે.પી. ગોસાઈને ધ્‍યાને આવતા વિપુલ ઝાપડિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પોસ્‍ટથી જસદણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

 

 

(11:35 AM IST)