<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

વાવ-થરાદના ડેડુવા ગામના યુવકને પ્રેમ સબંધમાં માર મારવાનો મામલે કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ

વાવ-થરાદના રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકે રાહ તાલુકાના ડેડુડી ગામની યુવતી સાથે કર્યો હતા મૈત્રી કરાર

વાવ-થરાદના રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકને પ્રેમ સબંધમાં માર મારવાનો મામલે કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. લાખણીના કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ. 12 શખ્સ સામે નામજોગ સહિત કુલ 24 સામે ફરિયાદ નોંધાઈ છે.. રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકે રાહ તાલુકાના ડેડુડી ગામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા .. યુવક યુવતી મૈત્રી કરારથી થોડા દિવસથી અમદાવાદ સાથે રહેતા હતા. યુવતીના સબંધીઓએ અમદાવાદથી બન્નેનું અપહરણ કર્યુ હતુ. અપહરણ બાદ યુવકને ઢોર માર માર્યો હતો. યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ ભોગ બનનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી  થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

, ડેડુવા ગામના કેશવભાઈ માળીને તે જ ગામની હીનાબેન સાથે પ્રેમ સંબંધ હતો. હીનાબેન અન્ય જગ્યાએ સગાઈ કરેલ હોવા છતાં, તેઓ કેશવભાઈ સાથે રહેવા માંગતા હોવાથી બંનેએ ગત માર્ચ મહિનામાં બિકાનેર ખાતે મૈત્રી કરાર કર્યા હતા. આ પ્રેમી પંખીડા અમદાવાદના વટવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા, ત્યારે ગત 2જી એપ્રિલની રાત્રે યુવતીના પરિવારજનો અને અન્ય શખ્સોએ ત્યાં ત્રાટકીને બંનેનું અપહરણ કર્યું હતું.  

કેશવભાઈનો આક્ષેપ છે કે, આરોપીઓએ તેમને અલગ-અલગ ગાડીઓમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં હસમુખ માળી નામના શખ્સે કેશવભાઈના કપડાં ઉતરાવી, તેને નીચે પાડી રાખી ગુપ્તભાગે ટ્યુબ લગાવી હતી અને ઇન્જેક્શનની સોયો મારી અત્યંત ક્રૂરતા આચરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ તેમને છરા અને લોખંડની પાઇપ વડે ઢોર માર માર્યો હતો. તહોમતદારોએ યુવક પાસેથી રોકડ રૂ. 32,000 અને સોનાના દાગીના પણ પડાવી લીધા હતા.

ભોગ બનનાર યુવક હાલ થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થરાદ પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમ સંબંધમાં પરિવારની મર્યાદા ઓળંગવાની સજા આટલી ક્રૂર હોઈ શકે, તે વિચારીને જ લોકોમાં ફાળ પડી છે.  

(1:48 PM IST)