<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ઉપલેટાના નવનિયુક્‍ત પીઆઇ ધાંધલનો સપાટો અઢીલાખના દારૂ સાથે બે ને પકડી પાડયા

 

બુટલેગરોમાં ફફડાટઃ ઉપલેટા, નવનિયુક્‍ત પી.આઈ. એચ એમ ધાંધલને મળેલી બાતમીના આધારે અગાઉ ઉપલેટા જામજોધપુર કુતિયાણા ભાયાવદર સહિતના પોલીસ સ્‍ટેશનમાં પ્રોબિશનના ગુનામાં વારંવાર પકડાયેલા રીઢા બુટલેગર અર્જુન ભીમા ભરાઈ ડુમિયાણી તથા નાજા દાસા કરોતરા ઢાંકવાડાને મોજ નદીના કાંઠે આવેલી બિહાન કરમટાની વાડી માંથી રૂ.૨૫૯૦૦૦/ ની કિમતનાં ૨૧૬ બોટલ ઇંગ્‍લીશ દારૂ પકડી પાડેલ છે આ ગુન્‍હામાં બીજન કરમટા ઉપલેટા અને રાજુ કરમટા વેગડી તા.ધોરાજી ફરાર હોય તેને પકડવા પોલીશે તજવીજ હાથ ધરેલ છે. આ કામગીરીમાં ઉપલેટા પોલીસનાં ધરમચંદ કચોટ કૌશિકભાઈ જોશી હરેશભાઈ જાંબુકિયા મીતુલભાઈ ગરેજા રાહુલભાઈ વાજા અને ભાયાવદર પોલીસનાં શક્‍તિસિંહ જાડેજા અને સત્‍યપાલસિંહ જાડેજા સાથે રહ્યાં હતાં. (તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)

(11:42 AM IST)