<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

મુંબઇના બુકીઓ સાથે ભુજમાં ચાલતા હાઇપ્રોફાઇલ સટ્ટા બેટિંગ

એલસીબીએ પપ લાખની સટ્ટા બેટિંગસાથે ત્રણ બુકીઓ અને ભુજના નિલેશ નંદાને ઝડપ્‍યો

ભુજઃ તા. ૬,  લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ પヘમિ કચ્‍છ-ભુજના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એમ.એચ.શીણોલેએ એલ.સી.બી. સ્‍ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનીલભાઇ પરમાર તથા જીવરાજભાઇ ગઢવીનાઓ માધાપર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીં ે દરમ્‍યાન  હકિકત મળેલ કે, નીલેશ પ્રતાપભાઈ નંદા રહે. પ્‍લોટ નં.એ-૪, માધવબાગ, ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર તા.ભુજ વાળો   મકાનમાં તેના મળતીયાઓ સાથે મળીને હાલમાં  બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતા  iAssistant નામની એપ્‍લીકેશનમાં મેચના સોદાના હિસાબની એન્‍ટ્રીઓ કરવા માટે ઉપયોગ કરતા હોવાનુ જણાવેલ. જેમાં જોતા દીલ્‍હી કેપીટલના સોદામાં -૨૮૧૨.૩૩ તેમજ મુંબઈ ઈન્‍ડીયન્‍સ ના સોદામાં ૪૫૧૯.૩૩ જોવામાં આવેલ તેમજ એક્‍સલ શીટમાં અલગ અલગ કોલમ હોઈ  SL, RATE, AMOUNT, MD, SUPP, NAME, DEL, MUM, AT TIME   વિગેરે મુજબ કોલમો  વાઈઝ માહીતી જોવામાં આવેલ. જેમાં કુલ્લે રૂ.૫૫,૨૫,૦૦૦/- નો ક્રીકેટના સટ્ટાનો સોદો થયેલ કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્‍ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ  નીલેશ પ્રતાપભાઈ નંદા(ભાનુશાલી) ઉ.વ.૫૦,ધર્મેશ પ્રવિણભાઈ ચોથાણી(ઠક્કર) ઉ.વ.૪૯ રહે.મુળ રૂમ નં.૩૦૩, અનુપમા કો.ઓ. એપાર્ટમેન્‍ટ, બી.પી. ક્રોસ રોડ, રોડ નં.૪, મુલુન્‍ડ(વેસ્‍ટ) મુંબઈ (મહારાષ્‍ટ્ર) હાલે રહે. રહે. પ્‍લોટ નં.એ-૪, માધવબાગ, ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર તા.ભુજ

નિતેશ હરેશભાઈ ભોજવાણી ઉ.વ.૨૪ રહે.મ.ન.૧૦૭, મોનીષ એપાર્ટમેન્‍ટ, હરીઓમ બેકરી નજીક, ઉલ્લાસનગર-૫, કલ્‍યાણ, મુંબઈ(મહારાષ્‍ટ્ર) હાલે રહે.પ્‍લોટ નં.એ-૪, માધવબાગ, ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર તા.ભુજ છે. પકડવાના બાકી આરોપી  જાપાન લાઈનના સોદો કરનાર વ્‍યક્‍તિ,પેરીસ જેરી લાઈનના સોદો કરનાર વ્‍યક્‍તિ છે.

ક્રિકેટ સટ્ટો રમવા માટે ઉપયોગ કરેલ કુલ્લે મુદામાલ કિં.રૂ.૭૬,૦૦૦/-,  ટીવી એચ.ડી.એમ.આઈ. વાયર સાથે તથા એડપ્‍ટર સાથે કિ.રૂ.૧૫,૦૦૦/-, લેપટોપ નંગ-૦૨ જેની કિં.રૂ.૨૦,૦૦૦/- મોબાઈલ ફોન નંગ-૦૮ કુલ્લે કિં.રૂ.૪૦,૦૦૦૦/-રાઉટર એડપ્‍ટર સાથે કિ.રૂ.૧,૦૦૦/- ૧૨૦૦૦ કબજે કરેલ છે.

(11:43 AM IST)