News of Monday, 6th April 2026
ગુજરાત મેડકલ લેબોરેટરી ટેકનીશ્યલ એસોશીએશન દ્વારા દિલ્હી ખાતે હેલ્થમંત્રી નડાને રજીસ્ટ્રેશન મુદ્દે લેખીત રજુઆત
વાંકાનેરના રાજ પરિવારના સાંસદસભ્ય કેશરીદેવસિંહજી ઝાલાના પ્રયત્નથી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ તા. ૬, ગુજરાત રાજયના મેડીકલ લેબોરેટરી એસોશીએશનના અગ્રણી ટ્રસટીઓ દ્વારા C.E.A. ACT માં રજીસ્ટ્રેશનને લઇને આવતા વિવિધ મુદ્દા બાબતે રજુઆત કરવા માટે દિલ્હી સંચાર ભવનમાં હેલ્થ મિનીસ્ટર જે.પી. નડ્ડાને રજુઆત ઉપરોકત સંસ્થાના અગ્રણી ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ હતી.
આ તકે વાંકાનેરના સાંસદ (રાજવી) કેશરીદેવસિંહજી ઝાલાના સહયોગથી કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાને રૂબરૂ મળી લેખીત રજુઆત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
વધુમાં સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ રજૂઆત કરવા જોડાયા આરોગ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી.
આ તકે ઉપરોકત એસોશીએશનના ટ્રસ્ટી અને આગેવાન રાજભા પી. જાડેજા, પરેશભાઇ પટેલ, રજનીકાંતભાઇ નકુમ તથા ચિરાગભાઇ કોઠારી સહિત ટ્રસ્ટી મંડળના હોદેદારોએ સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલાનો આભાર વ્યકત કર્યો હતો.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
