News of Monday, 6th April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કચ્છના રાપરમાં પોલીસ એલર્ટ: કાયદો-વ્યવસ્થા સંદર્ભે હાથ ધરી કાર્યવાહી : જુઓ વિડિયો
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ એલર્ટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને અનુલક્ષીને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ એલર્ટ થઈ છે. હથિયારો જમા લેવા તથા અસામાજિક તત્વોની અટક તથા વાહન ચાલકો સામે ઝુંબેશ તથા ટ્રાફિક ને નડતરરૂપ સમસ્યા સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે રાપર પીઆઇ આર.એલ.ખટાણાએ એક મુલાકાત મા જણાવ્યું હતું કે રાપર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણી ને અનુલક્ષીને રાપર પોલીસ નું ફુટપ પેટ્રોલીંગ તથા ટ્રાફિક ઝુંબેશ હથિયારો જમા લેવા તથા અસામાજિક તત્વો ની અટક સહિત ની કામગીરી જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ની સુચના અન્વયે લેવા મા આવી હતી આજે યોજાયેલ પોલીસ દ્વારા માલી ચોક થી એસટી બસ સ્ટેન્ડ રોડ દેના બેન્ક ચોક સલારીનાકા ભુતિયા કોઠા રોડ સહિત ના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રાપર પીઆઇ આર.એલ ખટાણા પીએસઆઇ પી.એલ.ફણેજા એચ.વી.કાતરીયા બાબુભાઈ કારોત્રા મહેશ પટેલ નરેશ ઠાકોર મુકેશ સિંહ રાઠોડ મનહર ચૌધરી શકિત સિંહ જાડેજા પ્રકાશ પટેલ જાગૃતિ ગામોટ રાજેશસિંહ જાદવ નિલમબેન આહિર રંજનબેન મુલીયાણા વિગેરે જોડાયા હતા. રાપર શહેરમાં પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા પીઆઇ આર.એલ ખટાણાએ કામગીરી હાથ ધરી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
