<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સાવરકુંડલાઃ સુરતની એક્‍સપેરિમેન્‍ટલ સ્‍કૂલમાં વાર્ષિક ઇનામ અર્પણ અને નિવૃત્તિ સન્‍માન સમારોહ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૬: આખા વર્ષની અનેકવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવળત્તિઓમાં સફળતાપૂર્વક સિદ્ધિઓ હાંસલ કરનારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ૩૦ વર્ષની અવિરત શિક્ષણસેવા બાદ નિવળત્ત થઈ રહેલા શિક્ષિકા પુનિતાબેન પટેલને સન્‍માનિત કરવા એક્‍સપેરિમેન્‍ટલ સ્‍કૂલના પ્રિન્‍સિપાલશ્રી કિશોરકુમાર નર્મદાશંકર જાનીના માર્ગદર્શન હેઠળ લુથરા ઓડિટોરિયમમાં સાર્વજનિક એજ્‍યુકેશન સોસાયટીના ચેરમેન આશિષભાઈ વકીલના અધ્‍યક્ષ સ્‍થાને, સુરત કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ પુનિત નૈયરના મુખ્‍ય મહેમાનપદે,  ઇન્‍ટરનેશનલ બોડીબિલ્‍ડર મિસ્‍ટર વર્લ્‍ડ રવિભાઈ રાંદેરી તથા ટેલિવિઝન અને ફિલ્‍મના ખૂબ જાણીતા એક્‍ટર સંજયભાઈ પરમારના અતિથિ ગૌરવ સ્‍થાને ભવ્‍ય અને ગરિમાપૂર્ણ વાર્ષિક ઇનામ અર્પણ તથા નિવળત્તિ સન્‍માન સમારોહ યોજાયો. મહેમાનો દ્વારા દીપ પ્રાગટય બાદ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના રજુ કરી આ શુભ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ૪૫૦ કરતાં વધુ ઇનામો ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્‍કારથી તેજસ્‍વી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નિવળત્ત થતા પુનિતાબેન પટેલનું અભિવાદન કરી ચેરમેનશ્રી આશિષભાઈ વકીલ, મિસ્‍ટર વર્લ્‍ડ રવિભાઈ રાંદેરી, ફિલ્‍મસ્‍ટાર સંજયભાઈ પરમાર, વાઇસ ચેરમેન ડો. કે.આર. દેસાઈ,  અજીતભાઈ શાહ અને પ્રિન્‍સિપાલ કિશોરકુમાર જાનીએ પોતાની આગવી શૈલીમાં ખૂબ જ રોચક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રેરક બળ આપી જ્ઞાન અને સંસ્‍કારથી તરબતર કર્યા. આ મહામૂલા કાર્યક્રમમાં શાળાના પૂર્વ આચાર્યો  પન્નાબેન નાયક, ભારતીબેન લાધાણી, વાલી શિક્ષક મંડળના પ્રમુખ એડવોકેટ કેતનભાઇ ઘીવાલા, મંત્રી મુકેશભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ડો. શશાંકભાઈ પાસવાલા, જતીનભાઈ ચેવલી, સમીરભાઈ પાનવાલા, સર્વે હોદ્દેદારો, નિવળત્ત ગુરુજનો, શૈક્ષણિક આગેવાનો, આમંત્રિત મહાનુભાવો અને બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્‍થિત રહ્યા. આ ભાવસભર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કિશોરકુમાર જાની, સુપરવાઇઝરો વ્રજેશભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, વૈશાલીબેન પટેલ અને સમગ્ર શાળાની ટીમે ઉત્તમ જહેમત ઉઠાવેલ હતી. સંચાલન તેજલબેન મિષાી અને વૈશાલીબેન પટેલે કર્યું. અંતમાં રાષ્‍ટ્રગીત બાદ મિષ્ટ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતા

(1:05 PM IST)