<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

અમરેલી અને સાવરકુંડલામાં BAPS દ્વારા સંમેલન યોજાયું: ૩૦૦૦થી વધુ વાલીઓએ લીધો લાભ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: ગુરુહરિ મહંતસ્‍વામી મહારાજની આજ્ઞાથી BAPS બાળપ્રવળત્તિ મધ્‍યસ્‍થ કાર્યાલય દ્વારા ‘વાલી જાગળતિ અભિયાન' અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શ્રુંખલાના ભાગરૂપે અમરેલી અને સાવરકુંડલા વિસ્‍તારમાં કુલ ૫ જેટલા ‘વાલી સંમેલન' સંપન્ન થયા હતા.

આ સંમેલનોમાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા વાલીઓએ માર્ગદર્શન મેળવ્‍યું હતું.

કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા કરવામાં આવેલી ધૂન અને સમૂહગાનથી થઈ હતી. બાળકોએ સત્‍સંગદીક્ષા ગ્રંથના શ્‍લોકોનું સુંદર મુખપાઠ રજૂ કરીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

આ સંમેલનનું મુખ્‍ય આકર્ષણ સ્‍ક્રીન સે સાવધાન વિષય પરનો વિશેષ વીડિયો એપિસોડ હતો. આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતા જતા ગેજેટ્‍સ અને સ્‍ક્રીન ટાઈમના દૂષણો સામે વાલીઓને જાગળત કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમ દરમિયાન આયોજિત ગ્રુપ ડિસ્‍કશનમાં વાલીઓ અને બાળકાર્યકરો વચ્‍ચે સીધો સંવાદ થયો હતો. જેમાં નીચે મુજબના મહત્‍વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતીઃ બાલ્‍યકાળમાં આપવામાં આવતા સંસ્‍કારોની અગત્‍યતા. સત્‍સંગદીક્ષાના મુખપાઠ દ્વારા થતું જીવન ઘડતર.

આ પ્રસંગે પૂજ્‍ય સાધુ ચરિત સ્‍વામીએ પ્રાસંગિક પ્રવચન આપી વાલીઓને સંતાનોના ઉછેર અને આધ્‍યાત્‍મિક ઘડતર અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્‍થિત વાલીઓ અને હરિભક્‍તોએ સ્‍વામિનારાયણ ખીચડીના મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્‍થાનિક બાળકાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ સંમેલનો દ્વારા સમાજમાં બાળકોના સર્વાંગી વિકાસ અને વાલીઓમાં જાગળતિ લાવવાનો એક સરાહનીય પ્રયાસ BAPS સંસ્‍થા દ્વારા કરવામાં આવ્‍યો છે. 

 

(1:47 PM IST)