<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ધ્રોલના ખાખરા ગામે પોલીસનો દરોડો ફોર્ચ્‍યુનર કાર, મોબાઈલ અને દારૂ મળી રૂા. ૧૮.૨૨ લાખનો મુદ્દામાલ જપ્‍ત

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા.૬, જામનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્‍ચે ધ્રોલ પોલીસે વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરીને લક્‍ઝરી ફોર્ચ્‍યુનર કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્‍થો ઝડપી પાડ્‍યો છે. પોલીસે કુલ રૂા. ૧૮.૨૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્‍સની ધરપકડ કરી છે, જ્‍યારે સાત અન્‍ય શખ્‍સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ધ્રોલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તા. ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૦૧:૦૦ વાગ્‍યાના અરસામાં ખાખરા ગામથી જીવાપર ગામ તરફ જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન શંકાસ્‍પદ હાલતમાં પસાર થતી ફોર્ચ્‍યુનર કાર (નંબર GJ-27-DB-0007) ને રોકી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારની અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની નાની બોટલો નંગ ૧૮૫૨ મળી આવી હતી.

પોલીસે સ્‍થળ પરથી કારના ચાલક ઘનશ્‍યામગીરી ઉર્ફે ઘુળો જગદિશગીરી ગોસાઇ (રહે. રાજકોટ, મૂળ ખાખરા) ને દબોચી લીધો હતો. જોકે, અન્‍ય એક આરોપી પળથ્‍વીરાજ શાંતુભાઇ ધાંધલ (રહે. રાજકોટ) અંધારાનો લાભ લઈને નાસી છૂટયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્‍થો મંગાવવામાં ખાખરા ગામના અન્‍ય ૬ શખ્‍સો યશપાલસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ જાડેજા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા અને શાંતુભા જાડેજાની સંડોવણી હોવાનું પોલીસ વિગતો માં જાહેર થયું કર્યું

પોલીસે રૂા.૨,૭૭,૮૦૦/- ની કિંમતનો દારૂ, રૂા.૧૫,૦૦,૦૦૦/- ની કિંમતની ફોર્ચ્‍યુનર કાર અને ઈં ૪૫,૦૦૦/- ની કિંમતના બે મોબાઈલ મળી કુલ ઈં ૧૮,૨૨,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે ધ્રોલ પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ રાજેશભાઇ મકવાણાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે અને પી.એસ.આઈ. એમ.એમ. કુંભારવાડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(1:11 PM IST)