News of Monday, 6th April 2026
જામનગરમાં અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફીની ટોળકી સાથે ગુજસીટોકની કાર્યવાહીથી ફફડાટ
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની આગેવાનીમાં કાર્યવાહી

જામનગર જિલ્લા પોલીસ દ્વારા ગંભીર-સંગઠિત ગુના આચરતી ટોળકીઓ- અસલમ ખિલજી ગેંગના ૧૮ તેમજ અલ્તાફ ખફી ગેંગના ૧૧ સભ્યો વિરુદ્ધ ગુજસિટોક હેઠળ સીટી એ ડિવિ. પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરી ૨૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ- રાજકોટના નિર્લિપ્ત રાય સૂચના મુજબ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની માર્ગદર્શન અન્વયે જામનગર જીલ્લા વિસ્તારમાં સંગઠીત ગુના આચરતી ટોળકીઓની ગુનાહિત પ્રવળતિ નિયંત્રણ લેવા માટે સુચના થયેલ છે.
જે અન્વયે જામનગર શહેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તેમજ એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર વી.બી.ચૌધરી, નાઓ તથા પો.સબ ઇન્સ એમ.વી ભાટીયા, એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર બી.એન ચૌધરી, તથા જામ સીટી એ ડીવી પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.ડોડીયા, તથા એલ.સી.બી./એસ.ઓ.જી. પેરીલ ફર્લો સીટી એ ડીવી. પો.સ્ટે.ની ખાસ ટીમ દ્વારા.
જામનગર જીલ્લામાં અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી- બન્ને અલગ અલગ સંગઠીત ગુના આચરતી ટોળકી (syndicate) બનાવી ખૂન, ખૂનની કોશિષ, બળાત્કાર, આર્મસ એકટ, લેન્ડગ્રેબીંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરીંગ, એટ્રોસીટી, ઘરફોડ ચોરી, પ્રોહીબીશન, જુગારધારા, નાર્કોટીકસ, હથિયાર બંધી જાહેરનામાં ભંગ, હેઠળ કેફી પદાર્થ વેચાણ, જાહેરમા મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાની ટોળકીની ગુનાહિત પ્રવળતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજદીન સુધીમાં અસલમ ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ -૪૬ તથા અલ્તાફ ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-પ૨ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમર્મા રજીસ્ટર થયેલ હોય. જેથી ઉપરોક્ત બંન્ને ગેંગ વિરુધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC ACT) ૨૦૧૫ ની કલમ-૩(૧)(II), ૩(૨), ૩(૪) તથા ૩(૫) હેઠળ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુ.૨.નંબર-૧૧૨૦૨૦૦૮૨૬૦૬૩૪/૨૦૨૬ ૧૧૨૦૨૦૦૮૨૬૦૬૩૫/૨૦૨૬ રજીસ્ટર કરવામાં આવેલ છે.
અસલમ કરીમભાઇ ખીલજી ગેંગના ગેંગમાં કુલ ૧૮ સભ્યો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે પૈકી કુલ ૧૩ આરોપી હસ્તગત કરેલ છે અને પાંચ આરોપી પકડવાના બાકી છે. (૧) અસલમ કરીમભાઇ ખીલજી (પટણી) રહે. પટણી વાડ, જામનગર (કોપોરેટર), (૨)શાકીર રફીકભાઇ ખીલજી(પટણી), રહે.પટણીવાડ, જામનગર, (૩)આસીફ મોહમદહુશેન ખીલજી, (પટણી), રહે.પટણીવાડ, ચોપડાફળી, જામનગર, (૪)રેહાન ઇકબાલભાઇ બેલીમ(પટણી) રહે.પટણીવાડ પુરબીયા ખડકી જામનગર, (૫)સદામ ઉર્ફે ઇન્ડો અસગરભાઇ શેખ, (પટણી) રહે.પટણીવાડ, જામનગર, (૬) અકીલ અસગરભાઇ શેખ(પટણી), રહે.પટણીવાડ, જામનગર, (૭) અસગરઅલી ઉર્ફે હસુ મહમદહુશેન મકવાણા(વાઘેર) રહે. બચુનગર, વાઘેર જામનગર (૮)આફતાબ ઉર્ફે અપુ મહમદહુશેન મકવાણા(વાઘેર), રહે.બચુનગર,જામનગર, (૯ મહમદ ઉર્ફે ચોર ઉર્ફે મમલો અખતરભાઇ પેંજા (પટણી) રહે. પટણીવાડ, જામનગર (૧૦)રઉફ ઉર્ફે ભુરો સઓ ગુલામહુશેન બેલીમ, (પટણી) રહે.પટ્ટણીવાડ, જામનગર, (૧૧) મકસુદભાઇ ઉર્ફે પવન અબ્દુલરજાકભાઇ પંજા, (પટણી) રહે.પટણીવાડ, ઢનીરાંગ, જામનગર, (૧૨) એઝાઝ ઉર્ફેગોકુલ મહમદહુશેન કુરેશી, (પટણી) રહે.પટણીવાડ, જામનગર, (૧૩) હસન હારૂન બસર (વાઘેર) રહે.વાઘેરવાડો, મચ્છીપીઠ, જામનગરના ધરપકડ કરી છે.
(૧)ગનીભાઇ ઉર્ફે ગની પટેલ ઉમરભાઇ બશર (વાધેર) રહે. વાઘેરવાડો, જામનગર, (૨)અસલમ કાદરભાઇ શેખ (પટણી), રહે.ઘાચીની, ખડકી બહાર,જામનગર, (૩)ઇસ્માઇલ ઉર્ફે ધરાર હશનભાઇ માંડલીયા(ખાટકી) રહે.ખાટકીવાડ, જામનગર (૪)નદીમ મોહમદહુશેન ખીલજી(પટણી), રહે.પટણીવાડ, હુશેનીચોક, જામનગર ની શોધખોળ હાથ ધરી છે.
અલ્તાફ ગફારભાઇ ખફીના ગેંગમાં કુલ ૧૧ સભ્યો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે પૈકી ફુલ-૮ આરોપી હાલ જેલમાં છે તેમજ ૧ આરોપી હસ્તગત કરેલ છે અને બે આરોપી પકડવાના બાકી છે. અલ્તાફ ગફારભાઇ ખફી, સુમરા ઉ.વ.૪૫ રહે. ટીટોડીવાડી, ખોજાનાકા બહાર, જામનગર (કોપોરેટર) (જેલ), સમીર શકિલભાઇ ચૌહાણ,પટણી, ઉ.વ.૩૧, રહે. પટણીવાડ, પીલુડી ફળી, જામનગર(જેલ), જુનેદ ઉર્ફે જુનીયો રજાકભાઇ ચૌહાણ,પટણી, ઉ.વ.૩૩, રહે.પટણીવાડ, જામનગર (જેલ), ઈસ્તીયાક યુનુશભાઇ કુરેશી, પટણી, ઉ.વ.૩૪, રહે.મહારાજા સોસાયટી, જામનગર (જેલ), મોસીન ઉર્ફે પચાસીયા મહેબુબભાઇ રૂમી, આરબ, ઉ.વ.૩૧, રહે.ન્યુ હર્ષદમીલની ચાલી પાસે, જામનગર (જેલ), તોહિતખાન ઉર્ફે પપ્પુ ફીરોજખાન શેખ, પઠાણ, ઉ.વ.૩૨, રહે. રબાની પાર્ક, મોરકંડા રોડ, જામનગર (જેલ), તબરેજ રફીકભાઇ હાલાણી, ઉ.વ.૨૯, રહે. ટીટોડીવાડી, સિલ્વર જામનગર, હમીદ ઉર્ફે રાજો જાનમામદ બ્લોચ, મકરાણી, ઉ. વ.૨૮, રહે. ખોજા નાકા, ટીટોડી વાડી, જામનગર (જેલ) ની ધરપકડ કરી છે.
સાહીદ ઇમ્તિયાઝભાઇ ખફી, સુમરા, ઉ.વ.૨૮, રહે.ખોજાનાકા પાસે, ટીટોડીવાડી, જામનગર, અબુસુફીયાના રહેમાનભાઇ કુરેશી,પટણી, ઉ.વ.૨૬, સોસાયટી પાસે, જામનગર, ઓસમાણ મુસાભાઇ ખફી સુમરા ઉ.વ. ૪પ રહે. હર્ષદમીલની ચાલી રૂમ નંબર ર૩ જામનગરની શોધખોળ હાથ ધરી છે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
