<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કાલે ખંભાળીયામાં જીલ્લા પોલીસ વડા કચેરીએ વ્‍યાજખોરો સામે લોક દરબાર

જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા રેન્‍જ આઇજી નિર્લીપ્ત રાયના માર્ગદર્શનમાં આયોજન

દેવભુમી દ્વારકા જિલ્લામાં હાલ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા રેંજ આઇજી નિર્લીપ્ત રાયના માર્ગદર્શનમાં વ્‍યાજખોરો સામે કડક ઝુંબેશ શરૂ  કરી છે. જેના ભાગરૂપ ૭/૪/૨૬ના રોજ વ્‍યાજખોરો સામે લોક દરબારનું આયોજન કર્યુ છે.

દેવભુમી  દ્વારકા જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ૭/૪/૨૬ના રોજ બપોરે ૧ થી સાંજના પાંચ વાગ્‍યા સુધી આ લોક દરબાર ચાલશે. જેમાં નાગરિકોએ નિર્ભય બનીને પોતાની સમસ્‍યા કે વ્‍યાજખોરોથી થયેલ અન્‍યાય અંગે ફરિયાદ થઇ શકશે. તથા પોલીસ દ્વારા કાયદાકીય અને યોગ્‍ય માર્ગદર્શન પણ આપવામાં આવશે. ગેરકાયદે વ્‍યાજખોરો સામે કડક કાર્યવાહીમાં પોલીસને મદદરૂપ થવા અપીલ કરાઇ છે.

(1:48 PM IST)