<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ખંભાળીયા પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો છેલ્લા ર દિ'માં ફોર્મ ભરશે

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ઉમેદવારી કરવા પડાપડી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬: ખંભાળીયા પાલિકાની ચૂંટણી તા. ર૬-૪-ર૬ના રોજ જાહેર થવાની સાથેજ હવે એ ગ્રેડની નગરપાલિકા થઇ હોય કરોડોની ગ્રાંટો આવતી હોય તથા પાલિકા સભ્‍ય થઇ ગયેલા અનેક વ્‍યકિતઓમાં પરિવર્તનો આવતા હોય પાલિકા ખાલસા થવા માટે ઉમેદવારી કરવા પડાપડી શરૂ થઇ છે તથા ભાજપ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને છેલ્લે ના મેળ પડે તો અપક્ષ ફોર્મ ભરીને અને કયાંક ખેંચાવામાં કંઇક ‘મેળ' પડી જવાની આશાથી પણ ફોર્મ ભરવા પડાપડી થઇ છે.

જોકે ભાજપ પાસે ૩૬ બેઠકો માટે ૧૮૧ માંગણીદારો છે તથા કેટલાય વોર્ડમાં ચાર બેઠકોમાં ર૦ થી રપ માંગણીદારો અને કયાંક તો વધુ મહત્‍વના વજનદાર માંગણીદારો હોય માંગણીદારો અંગે વિચાર વિમર્શ પછી ફોર્મ ભરવાના આખરી દિવસોમાં ભાજપ ટીકીટો જાહેર કરનાર છે તો વર્ષોથી ચાલતી ભાજપની આ નગરપાલિકામાં ઘૂસવા મજબૂત ઉમેદવારો શોધવા અને તેમને ટીકીટો આપવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પ્રયત્‍નશીલ છે. જોકે કોંગ્રેસ ચૂંટણીના સમયેજ દેખાતી હોય જયારે આપ પ્રજાની સમસ્‍યા અંગે હંમેશા દોડતી હોય આ મુદ્દો પણ સ્‍થાનિક ચૂંટણીઓમાં મહત્‍વની ભૂમિકા ભજવનાર છે ત્‍યારે મજબૂત અપક્ષો પણ મહત્‍વનું કાર્ય કરશે જોકે લાંબા સમયથી અહીં અપક્ષ સફળ થતાંજ નથી.

(1:23 PM IST)