<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

રાણાવાવમાં ૧૧ વ્‍યકિતઓ સામે લેન્‍ડ ગ્રેબીંગનો ગુન્‍હો

બસ સ્‍ટેન્‍ડ પાસે ૨૦ લાખની જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને માલિક બની ગયા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: રાણાવાવમાં જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનારા ૧૧ વ્‍યકિતઓ સામે લેન્‍ડ ગ્રેબીંગનો ગુન્‍હો નોંધાયો છે.

પોરબંદરના એબાણી મુહમ્‍મદ હનીફ અબ્‍દુલ રેહમાને રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ ખીમાભાઈ પોલાભાઈ, પુનાભાઈ પોલાભાઈ, સુંદરબેન, કાળાભાઈ, મણીબેન, ભેનીબેન, લખમણ તેમજ લીલીબેન ગોગનભાઈ, રાણીબેન ગોગનભાઈ, લાખાભાઈ તથા દેવાભાઈ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ કે તમામ આરોપીઓએ બસ સ્‍ટેન્‍ડ પાસે પાલિકાની જમીન જેની જંત્રી મુજબ કિંમત ૨૦ લાખની પચાવી પાડી છે.

આ પોલીસ ફરિયાદ બાદ પોલીસે લેન્‍ડ ગ્રેબીંગ એકટ મુજબ આરોપીઓ સામે ગુન્‍હો નોંધ્‍યો છે. ઈનચાર્જ ડીવાય એસપી ધ્રુવલ સી. સુતરિયા વધુ તપાસ ચલાવી રહયા છે.

(1:47 PM IST)