News of Monday, 6th April 2026
ધોરાજી ચાર દિવસનો લાલશાહ વલીનો ઉર્ષ કોમી એકતાના અનોખા દૃશ્ય સાથે પૂર્ણ
કહેવત છે કે લાલસાહબાપુની દરગાહ ખાતે નોનવેજ જમ્યા બાદ દરગાહના દીદારે કોઇ નથી જઈ શકતું?: લોકો શ્રદ્ધા સાથે પાનનું પ્રસાદ ધરે છે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૬: અહીં ચાર દિવસના લાલશાહ વલીના ઉર્ષ મહોત્સવનો કોમી એકતાનું અનોખું દૃશ્ય સાથે સમાપન થયું. લાલશાહ વલીની દરગાહ પર ચાલી રહેલો પવિત્ર ઉર્ષ મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને કોમી એકતાનું ઉત્તમ પ્રતિક બની રહ્યો છે. ઉર્ષ નિમિત્તે દરરોજ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો દરગાહે પહોંચી દીદાર કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.
દરગાહની પરંપરા મુજબ, અહીં નોનવેજ ભોજન કરીને દીદાર માટે જવાનું ટાળવામાં આવે છે, જે ભક્તો શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. ભક્તો પોતાની મન્નતો પૂર્ણ થવા માટે ખાસ કરીને ‘પાનની માનતા' ચઢાવે છે, જે આ સ્થાનની અનોખી ઓળખ છે.
ઉર્ષ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં નિયાજનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભક્તોને ઠંડા અને ગરમ પીણાં સાથે સેવા આપવામાં આવી રહી છે. સાથે સાથે ફકીર લંગર કમિટી દ્વારા સંપૂર્ણ વેજિટેરિયન પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ સમાજના લોકો ભાવપૂર્વક જોડાઈ રહ્યા છે.
આ સમગ્ર આયોજન હનીફભાઈ માંજોઠી અને લાલુભાઈ સિંધીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. અંદાજે ૧૦૦ જેટલા હિન્દુ અને મુસ્લિમ કાર્યકરો ખડે પગે સેવા આપી રહ્યા છે, જે કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
સાથો સાથ ટાવર ચોક મજૂર કમિટી દ્વારા પણ ભવ્ય ન્યાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ હજારો લોકો એ લાભ લીધો હતો અને જુનેદભાઈ બકાલી અને એમની ટીમ દ્વારા નિયાઝ ને સફળ બનાવવા જેહમત ઉઠાવેલ હતી.
ઉર્ષ મહોત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ ફેલાવતો પવિત્ર ઉત્સવ છે. ધોરાજી શહેરમાં આ પ્રસંગે જોવા મળતી હિન્દુ-મુસ્લિમ એકતા સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે.
ઉર્ષ નિયમિત એ આયોજિત ન્યાઝ સહિત સેવાકીય કાર્યોને સામાજિક આગેવાન પૂર્વ ઉપપ્રમુખ ધોરાજી નગર પાલિકા મકબૂલભાઈ ગરાણા સામાજિક અગ્રણી અને ગરાણા સમાજ ના અગ્રણી આગેવાન જબ્બારભાઈ નાલબંધ મોહમદ કાસિમ ભાઈ ગરાણા વિગેરે એ સેવાકીય કાર્ય કરતા કાર્યકરોની સેવાને બિરદાવી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
