News of Monday, 6th April 2026
જુગારધારાના ગુન્હામાં છેલ્લા ૨ માસથી નાસતા ફરતા આરોપીને જામજોધપુર પોલીસ ટીમે ઝડપી પાડ્યો
બાતમીના આધારે પાટણ ગોળાઈ પાસેથી ચનાભાઈ ઉર્ફે કાનો ઉર્ફે ભોણોને પોલીસે દબોચી લીધો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ નિર્લીપ્ત રાય તથા જીલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની જામનગરનાઓએ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચન કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગ, લાલપુરનાઓના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પો.સ્ટે ના પો.ઈન્સ એન.બી . ચૌહાણનાઓએ પોલીસ સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ હોય.
જે દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે.વીસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઈ. રાજુભાઈ અરશીભાઈ વાઘ તથા પો.કોન્સ કુણાલભાઈ ઘનશ્યામભાઈ હાલનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, જામજોધપુર પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૨૬૨૬૦૦૭૭/૨૦૨૬ જુ.ધા. કલમ-૧૨ મુજબનો છેલ્લા ૨ માસથી નાસતો ફરતો આરોપી ચનાભાઈ વીરમભાઈ ઓડેદરા રે.પાટણ તા. જામજોધપુર વાળો હાલ પાટણ ગોળાઈ પાસે ઉભેલ હોય તેવી હકીકત આધારે નીચે લખ્યા આરોપી ને પકડી પાડી એ.એસ.આઈ. રાજુભાઈ અરશીભાઈ વાઘ નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.
આરોપી (૧) ચનાભાઈ ઉર્ફે કાનો ઉર્ફે ભોણો સ/ઓ વિરમભાઈ ઓડેદરા જાતે મેર ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઈવીંગ (રહે પાટણ ગામ તા.જામજોધપુર જી.જામનગર )
ઉપરોક્ત કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌહાણ તથા એ.એસ.આઈ. આર.એ.વાઘ તથા પો.કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા નાઓ દ્વારા કરેલ છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
