News of Tuesday, 7th April 2026
મોરબીમાં લૂંટ/ધાડના ગુનામાં ૩૦ વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો.
હાલ તેના મકાને હોવાની બાતમી મળતા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધ્યપ્રદેશ ખાતે આરોપીના મકાનથી આરોપીને ઝડપી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટ/ધાડ અને લૂંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં છેલ્લા ૩૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસિંગ બીલવાલ (રહે મંડલી બડી મધ્યપ્રદેશ વાળા) ઓ હાલ તેના મકાને હોવાની બાતમી મળતા ટીમે મધ્યપ્રદેશ ખાતે આરોપીના મકાનથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકને સોપ્યો છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટ/ધાડ અને લુંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં આરોપી ૩૦ વર્ષથી નાસતો ફરતો અતો જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
