તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th April 2026
મોરબીના કમલમ ખાતે ભાજપ દ્વારા 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી.
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાર્યકરોને માર્ગદર્શન આપવા સાથે સજ્જ થઈ જવા હાકલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે 6 એપ્રિલ 2026 ના રોજ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ભારતીય જનતા પાર્ટીની 47 વર્ષની સંઘર્ષમય અને ગૌરવશાળી યાત્રાને યાદ કરી હતી. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે તેમણે કાર્યકરોને અત્યારથી જ સજ્જ થઈ, ભાજપના વિજય રથને નવી ઊંચાઈએ લઈ જવા માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપના દરેક કાર્યકર્તા માટે “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ” એ માત્ર સૂત્ર નહિ પણ કાર્યશક્તિનો આધાર છે.
આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, ભાજપ વંશવાદ પર ચાલતો પક્ષ નહિ, પરંતુ જ્યાં એક સામાન્ય કાર્યકર્તા પણ દેશનો વડાપ્રધાન બની શકે તેવી સાચી લોકશાહીનો પક્ષ છે. જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ ઉમેર્યું હતું કે, ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે જનસેવા કરવાનું માધ્યમ છે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ હંસાબેન પારેઘી, પૂર્વ પ્રમુખ રઘુભાઈ ગડારા, પ્રદીપ વાળા, તેમજ જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં મોરબી જિલ્લાના તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, વિવિધ મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તથા તાલુકા, જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો તેમજ કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
