<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળ અને RO ની વિગતો જાહેર: પ્રથમ દિવસે દરેક RO પાસેથી સરેરાશ 2 થી 3 ફોર્મ ઉપડ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આજે દરેક RO (રીટર્નીંગ ઓફિસર) પાસેથી સરેરાશ 2 થી 3 ફોર્મ ઉપડ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્રો સ્વીકારવા માટે દરેક મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અલગ-અલગ સ્થળો અને RO ની નિમણૂક કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે.

મોરબી મહાનગરપાલિકા:
વોર્ડ નં. 1 થી 4 માટે ઉમંગ પટેલ (નાયબ કલેક્ટર - 1, મોરબી -9904404520) રૂમ નં. 103, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે ફોર્મ સ્વીકારશે.
વોર્ડ નં. 5 થી 9 માટે પ્રવિણસિંહ જેતાવત (પ્રાંત અધિકારી, મોરબી -7567009392) પ્રાંત અધિકારીની કચેરી, રૂમ નં. 103, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2 ખાતે ફોર્મ સ્વીકારશે.
વોર્ડ નં. 10 થી 13 માટે એચ.જે ગોહિલ (જિલ્લા પુરવઠા અધિકારી, મોરબી - 9909910703) જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, મોરબી રૂમ નં. 142, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, સો-ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે ફોર્મ સ્વીકારશે.
નગરપાલિકાઓ:
ટંકારા નગરપાલિકાના તમામ વોર્ડ માટે સંજય માલસ્તર (પ્રાદેશિક અધિકારી, જી.પી.સી.બી., મોરબી - 9426931820) પ્રથમ માળ, નગર સેવા સદન, નગરપાલિકા કચેરી, ટંકારા ખાતે ફોર્મ સ્વીકારશે.
વાંકાનેર નગરપાલિકાના તમામ વોર્ડ માટે વિ.ડી.સાકરીયા (પ્રાંત અધિકારી, વાંકાનેર - 7567009407) પ્રાંત અધિકારીની ચેમ્બર, તાલવા સેવા સદન-વાંકાનેર, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કારશે.
નગરપાલિકાઓ:
ટંકારા નગરપાલિકાના તમામ વોર્ડ માટે સંજય માલસ્તર (પ્રાદેશિક અધિકારી, જી.પી.સી.બી., મોરબી - 9426931820) પ્રથમ માળ, નગર સેવા સદન, નગરપાલિકા કચેરી, ટંકારા ખાતે ફોર્મ સ્વીકારશે.
વાંકાનેર નગરપાલિકાના તમામ વોર્ડ માટે વિ.ડી.સાકરીયા (પ્રાંત અધિકારી, વાંકાનેર - 7567009407) પ્રાંત અધિકારીની ચેમ્બર, તાલુકા સેવા સદન-વાંકાનેર, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ફોર્મ સ્વીકારશે.
માળીયા (મી) નગરપાલિકાના તમામ વોર્ડ માટે જે.આર.જાડેજા (મદદનીશ શ્રમ આયુક્ત, મોરબી - 9727762105) રૂમ નં. 2, પ્રથમ માળ, નગરપાલિકા, માળીયા (મી) ખાતે ફોર્મ સ્વીકારશે.
મોરબી જિલ્લા પંચાયત:
મોરબી તાલુકા માટે જે. એસ. વાઢેર (ભુસ્તરશાસ્ત્રી, મોરબી -9638474726) રૂમ નં. 228, મીટીંગ હોલ, બીજો માળ, લાલબાગ, તાલુકા સેવા સદન, મોરબી ખાતે ફોર્મ સ્વીકારશે.
વાંકાનેર તાલુકા માટે અતુલ છાસીયા (નાયબ નિયામક, અનુ.જાતિ વિભાગ, મોરબી - 9033647900) રૂમ નં. 111, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, રાજકોટ રોડ, મામલતદારની કચેરી, વાંકાનેર ખાતે ફોર્મ

(1:05 AM IST)