<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

કચ્છના માંડવીમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવા પાટીદાર પરિણીતાનું મોત

૪ મહીના પૂર્વે જ લગ્ન થયા હતા, અકસ્માતને પગલે શહેરમાં શોકનું મોજું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :  માર્ગ અકસ્માતનો સિલસિલો કચ્છમાં થંભવાનું નામ જ લેતો નથી. હવે માંડવી શહેરમાં બનેલા માર્ગ અકસ્માતમાં યુવાન પરિણીતાએ જીવ ગુમાવતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર ડમ્પર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૨૫ વર્ષીય યુવાન પરિણીતા પ્રિયલબેન મિત સેંઘાણી ઉપર ટાયર ફરી વળતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હજી ૪ મહીના પૂર્વે જ મૃતક પ્રિયલ બેનના લગ્ન થયા હતા. શહેરમાં જ બનેલ આ અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, પોલીસ પણ તુરત જ પહોંચી આવી હતી. અકસ્માતના ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:00 AM IST)