<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

હળવદ દિઘડીયા ગામ પાસે પોલીસે કારમા ૨૮૮ વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્‍યો

(દીપક જાની દ્વારા )  હળવદ તા.૭: હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસે પોલીસે એક ઇક્કો સ્‍પોર્ટ્‍સ કારમાંથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડયો છે. આ કાર્યવાહીમાં પોલીસે ૨,૫૬,૮૦૦ની કિમતની દારૂની બોટલો અને કાર મળી કુલ ૫,૫૬,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

હળવદ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર આર.ટી.વ્‍યાસની સૂચનાથી પોલીસ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસે રોડ પરથી પસાર થતી સફેદ કલરની ઇક્કો સ્‍પોર્ટ્‍સ કાર રજી. નં. ઞ્‍થ્‍ ૩૬ જ્‍ ૯૨૬૭  ને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની કુલ ૨૮૮ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને ૩,૦૦,૦૦૦ની કિમતની કાર મળી કુલ ૫,૫૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્‍ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી જયરાજભાઈ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ  રહે. ગામ કળમાદ, તા. મુળી, જી. સુરેન્‍દ્રનગર વાળા ને ઝડપી પાડેલ 

(10:09 AM IST)