<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ચામુંડા માતાજીની પાવન તીર્થભૂમિ-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલાની મુલાકાતે સચિવ રમેશભાઈ મેરજા

રાજકોટ તા.૭: મા ચામુંડા માતાજીની પાવન તીર્થંભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર)ની મુલાકાતે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંસ્‍કૃતિ-સાહિત્‍ય-પ્રેમી સભ્‍ય સચિવ રમેશભાઈ મેરજા (આઈએએસ) પધાર્યા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્‍તકાલય તેમજ વરૂણ સ્‍મૃતિની મુલાકાત લઈને રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા મોરબી જિલ્‍લાના ટંકારાના મૂળ વતની, દિલ્‍હી નિવાસી સેવાભાવી પર્યાવરણ-પ્રેમી બ્રીજભાઈ મનુભાઈ ઠક્કર (કક્કડ)એ રમેશભાઈ મેરજા (આઈએએસ)નું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

માત્ર ૨૫ વર્ષની યુવા વયે અણધારી વિદાય લેનાર પોતાના વ્‍હાલા પુત્ર સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની પુણ્‍યસ્‍મૃતિમાં બ્રીજભાઈ ઠક્કર દ્વારા ચોટીલા ડુંગર પારંપરિક પરિક્રમા પથ પર વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વૃક્ષોનું વરૂણ વનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. ચોટીલા સ્‍થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયના વિશાળ પ્રાંગણમાં પણ બ્રીજભાઈ ઠક્કર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું છે.

બ્રીજભાઈ ઠક્કરને શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટ દ્વારા સેવાભાવી શિક્ષણવિદ્‌ કિરીટસિહ રહેવર (મામા) અને પિનાકી મેઘાણીના વરદ્‌-હસ્‍તે સેવા સન્‍માન પુષ્‍પ અર્પણ કરીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ગુજરાત સરકાર દ્વારા ચોટીલા ડુંગરની ફરતે દિવ્‍ય અને ભવ્‍ય પરિક્‍ર્‌મા પથનું નિર્માણ કરવામાં આવે તેવી લોકલાગણી છે.

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન-મો.૯૮૨૫૦૨૧૨૭૯)

 

(10:11 AM IST)