<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

દારૂડિયાઓનું તળાજા નજીક હાઇવે પર કાચની બોટલો ફેંકી પીડાદાયક કૃત્ય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭: નેશનલ હાઇવે પરના તળાજામા પ્રવેશવાના સર્વિસ રોડપર સાંજ ઢળ્‍યાબાદ ખુલ્લામાં દારૂ ની મહેફિલ માનતા ઈસમો જોવા મળે છે.પોલીસ નો કોઇ જ ખૌફ ન હોય અથવા તો પોલીસ ને પડકરતા હોય તેમ ગઈકાલે દારૂડિયાઓ એ હદ વટાવી દીધી હતી.દારૂની ખાલી બોટલો નેશનલ હાઇવે પર ફેંકી ને ફોડવામાં આવી હતી.જેના કારણે અહીંથી પસાર થતા ખાસ કરીને ટુ અને ફોર વહીલ વાહન ચાલકો જે પુરપાટ દોડતા હોય તેઓને આચનકજ રોડપર પડેલા કાચ અને બોટલો પરથી પસાર થવું પડ્‍યું હતુ જેના કારણે વહીલ મા અચાનક કાચ ના ટુકડાઓ બેસીજાય તેવી પીડા દાયક સ્‍થિતિ નું દારૂડિયાઓ ઈસમો એ નિર્માણ કર્યું હતું.

 એક સમયે અહીં અધિકારીના ડરથી બુલેટના અવાજ ધીમા થઈ ગયા હતા. ધૂમ સ્‍ટાઇલ બાઇક ચાલકો કાબુમાં આવી ગયા હતા. હવે રસ્‍તા પર ફરી બેકાબુ થઈ ગયાહતા.કેટલાક ઈસમો બુલેટ ફૂલ સ્‍પીડે ચલાવી ને રાહદારીઓ મા ભય ફેલાવી રહ્યા છે. બુલેટના અવાજ સાથે સાયલેન્‍સર દ્વારા ફટાકડા ફોડતા નઝરે ચડે છે.

 ઉલ્લેખનીય છેકે તળાજા મા ઘણા સમય થી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુધરી હતી. જેને લઈ અહીં ફરીથી મિલ્‍કત ના ભાવ વધવા લાગ્‍યા હતા. ફરી આવારા લુખ્‍ખા તત્‍વો માથું ન ઊંચકે તે માટે કાયદામા રહેશો તો ફાયદામા રહેશો નું સૂત્ર અહીં સાર્થક કરી બતાવવું પડશે.

(1:42 PM IST)